Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નર્મદાનું પાણી ખેડૂતોની જગ્યાએ અન્ય જગ્યાએ ફળવાતું હોવાની રાવ ઉઠી

નર્મદાનું પાણી ખેડૂતોની જગ્યાએ અન્ય જગ્યાએ ફળવાતું હોવાની રાવ ઉઠી
, મંગળવાર, 30 એપ્રિલ 2019 (14:57 IST)
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાણીનો દુરુપયોગ થતો હોવાની વિગતો બહાર આવી છે. ભુતકાળમાં પણ વિધાનસભામાં વિરોધ પક્ષે નર્મદાનું પાણી ઉદ્યોગપતિઓને પધરાવાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પીવાના તથા સિંચાઈના પાણીની ભારે અછત ઊભી થઈ છે અને જિલ્લાઓમાં અને છેવાડાના ગામડાઓમાં ટેન્કરથી પીવાનું પાણી આપવામાં આવે છે.અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અઠવાડિયે એક વખત પીવાનું પાણી અપાઇ રહ્યું છે આવી સ્થિતિમાં ખેડૂત અગ્રણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે પાનાંનો એક પત્ર લખ્યો છે જેની નકલ સરદાર સરોવર નિગમના ચેરમેનને પણ મોકલાય છે. આ પત્રમાં નર્મદા ડેમના પાણીનો કઈ રીતે અને કેટલો ઉપયોગ થયો છે તે તમામ વિગતો આપવામાં આવી છે જેમાં ખાસ કરીને માગણી કરાઈ છે કે નર્મદા ડેમમાંથી અપાતા પાણી નો હિસાબ સરકારે અને નિગમ એ લોકોને આપવો જોઈએ.આ પત્ર રાજકીય પક્ષ-પક્ષીથી ઉપર ઉઠી જોવા વિનંતી, મારો કોઈ પક્ષ નથી, સિવાય, ગુજરાતના ખેડૂતો અને ગુજરાતનું હિત. આપ જાણો છો કે પાણી-શિયાળે સિંચાઈ અને ઉનાળે પીવાના-ને લઈને હાલ પ્રિન્ટ, ઇલેક્ટરોનીક અને સોસીઅલ મીડિયામાં સરકાર પર પસ્તાળ પડી રહી છે. સરકાર ઓછો વરસાદ અને નર્મદાના ઓછા પાણીનો બચાવ આગળ કરે છે જે લોકોના ગળે ઉતરતો નથી, કારણ, આંકડા કંઈક જુદું કહે છે.આ વર્ષે ઓછા વરસાદની વાત કરીને આપણે ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી 15મી ફેબ્રુઆરીથી બંધ કરી દીધું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, જેમના માટે નર્મદા યોજના બની હતી તેમને શિયાળુ પાક બચાવવા માટે આંદોલન કરવાની ફરજ પડી. એટલે કે ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90,00,000 એકર ફૂટ પૈકી 60, 38,127 એકર ફૂટ પાણી મળી ચૂક્યું છે. વધારામાં હાલ પણ મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ચાલુ છે, આજે ડેમની સપાટી 119.50 મીટર છે, આજનો જથ્થો 1147 એમસીએમ એટલે કે 92,988 એકર ફૂટ છે, ડેમની સપાટી સતત વધી રહી છે.  ગુજરાતના ભાગે આટલું પાણી આવ્યું છે. બીજી બાજુ આપણે પુરા 17,92,000 હેક્ટરને સિંચાઈ આપવાને બદલે માત્ર 6,40,000 હેક્ટરને જ (એટલે કે લગભગ ત્રીજા ભાગને જ) સિંચાઈ આપીએ છીએ.આમ, હિસાબ જોઈએ તો 90,00,000 એકર ફૂટ પાણીમાંથી 10,00,000 એકરફુટ પીવા અને ઉદ્યોગોનું બાદ કરીએ એટલે, 80,00,000 એકરફુટ પાણીથી આપણે 17,92,000 હેક્ટરને સિંચાઈ આપવાનું આયોજન કર્યું હતું. એ હિસાબે હાલના 6,40,000ને, બન્ને સીઝન પુરી સિંચાઈ આપવા માટે 28,57,142.8571 એકરફુટ પાણી વપરાય. આમ, 10,00,000 એકરફુટ પીવા અને ઉદ્યોગો માટે, 28,57,142 એકરફુટ સિંચાઈ માટે જોઈએ, 38,57,142 એકરફુટ કુલ પાણીની જરૂર પડે. એની સામે ગુજરાતને,63,38,272 એકરફુટ પાણી મળ્યું, અત્યાર સુધીમાં, 24,81,130 એકરફુટ પાણી વધવું જોઈએ, તો ઘટ કેમ પડે છે?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jioએ એયરટેલને પાછળ મૂકયું, દેશની બીજી મોટી ટેલિકૉમ કંપની