આજે મોદી સરકાર ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલી આ પહેલથી લગભગ 38 કરોડ કામદારોને લાભ થશે. આમાં કંસ્ટ્રક્શન વર્કર્સ, પ્રવાસી શ્રમિક, લારી-ગલ્લા વાળા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ટોલ ફ્રી નંબર અને કાર્ડ પણ રજુ : કામદારોની મદદ માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 14434 પણ શરૂ કરવામાં આવશે. આ દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ પહેલ અંતર્ગત કામદારોને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે, જેમાં 12 અંકનો અનોખો નંબર હશે. ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે. ઇ-શ્રમ કાર્ડ દેશભરમાં માન્ય રહેશે. આ શ્રમ કાર્ડ ભવિષ્યમાં તેમને સરકારના સામાજીક સુરક્ષા યોજનાઓના ફાયદા આપવામાં મદદ કરશે. આ પોર્ટલ પર કંસ્ટ્રક્શન વર્કર્સ, પ્રવાસી શ્રમિક, લારી-ગલ્લા વાળા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ગઈ કાલે જ શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ e-shram Portal નો લોગો લોંચ કર્યો હતો. આ પોર્ટલની મદદથી મજૂરોનો એક રાષ્ટ્રીય ડેટા પ્લેટફોર્મ કેન્દ્ર સરકાર તૈયાર કરશે. જેથી તેમના માટે કલ્યાણકારી યોજના લાવી શકાય અને તેમને લાભ અપાવી શકાય.