Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજીત વિવિધ કાર્યક્રમો(Science Centre art gallery Photo)

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજીત વિવિધ કાર્યક્રમો(Science Centre art gallery Photo)
, મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (11:32 IST)
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજીત વિવિધ કાર્યક્રમો(Science Centre art gallary Photo)
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં  તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સાયન્સ સેન્ટર ખાતેની આર્ટ ગેલેરીમાં શ્રી નરેન્દ્ર મોદીજીના જીવન કવન પર આધારિત પ્રદર્શન આજ રોજ જાહેર જનતા વડે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૬૦૦૦ જેટલા વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિધાર્થીઓ  તો ૬૦૦૦થી વધુ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને જાહેર જનતા પણ પ્રદર્શનની મુલાકાત લેશે.

webdunia
નાના ભૂલકાંઓ જ્યારે પ્રદર્શન નિહાળવા આવ્યા ત્યારે કેટલાક નાના ભૂલકાંઓ  શ્રી નરેન્દ્ર મોદીજીની તસ્વીરોને વંદન કરતા ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા તો નાના બાળકોના કલબલાટમાં પણ મોદી મોદીની ગૂંજ સાંભળવા મળી. યુવાનો વડે સેલ્ફી લેવાની હોડ જામી તો મોદી હૈ તો મુમકિન હૈ ના સુત્રોચ્ચાર પણ થયા.
webdunia

હકડેઠઠ ભીડમાં દરેકના દિલમાં લોકપ્રિય વડાપ્રધાન શ્રીને જન્મદિવસના વધામણાં આપવા માટેની ભાવના હતી. તારીખ ૧૬ સપ્ટેમ્બર અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લો મૂકાયો છે જે ૧૭ મી સપ્ટેમ્બર મંગળવારના દિને રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલું રહેશે 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટૉઇલેટમાં કેવી રીતે બેસવું જોઈએ કે તબિયત બગડે નહીં