Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લૉકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવા હાઇકોર્ટમાં રિટ

લૉકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવા હાઇકોર્ટમાં રિટ
, બુધવાર, 3 જૂન 2020 (15:31 IST)
કોરોના વાઇરસના કારણે 25મી માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉની કાયદેસરતાને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે મહામારીને ખાળવા માટેની સરકારની અપૂરતી તૈયારીઓને ઢાંકવા માટે વધુ સમય મળે તે હેતુથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉન લાગુ કરી સરકારે નાગરિકોના બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળના હકોનું હનન કર્યું છે. જેથી લોકડાઉ ન હગેરકાયદે, ગેરબંધારણીય અને મનસ્વી હોવાનું કોર્ટે જાહેર કરવું જોઇએ. હાઇકોર્ટે આ રિટને કોરોનાના સુઓમોટો સાથે જોડવાનો આદેશ કર્યો છે અને આગામી સુનાવણી 19મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના વાઇરસની મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી માર્ચથી દેશવ્યાપી લોકાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન અંતર્ગત લાગુ કરવામાં આવેલા નિયમો અને કાયદાઓને ગેરકાયદે અને બંધારણીય જોગવાઇઓથી વિરૂધ્ધ હોવાનો આક્ષેપ અરજદારનો છે. અરજદારની મુખ્ય રજૂઆત છે કે  સુપ્રીમ કોર્ટેનું ઐતિહાસિક અવલોકન છે કે કટોકટીના સમયે પણ બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારો છીનાવાઇ ન શકે. એપિડેમિક ડિસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે પરંતુ આ બન્ને કાયદાની કોઇપણ જોગવાઇમાં લોકડાઉન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરતા પહેલાં દરેક નાગરિકની પાયાની જરૂરિયાતો, ભોજન, પાણી, ફસાયેલા લોકો માટેના આશ્રય તેમજ મેડિકલ સુવિધાઓ અંગે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.  લોકડાઉનનના કારણે કરોડો લોકોને ઘરમાં નજરકેદ રહેવાની ફરડ પડી હતી અને લોકોને બંધારણના અનુચ્છેદ-21 હેઠળ મળેલા હકોનો ભંગ થયો હતો. આ ઉપરાંત દેશમાં કોઇપણ રોકટોક વિના કાયદેસર કામ કરવાની નાગરિકોની સ્વતંત્રતાનું પણ અનુચ્છેદ 19 હેઠળ હનન થયું છે. લોકડાઉન શબ્દનો ઉલ્લેખ બંધારણ કે કોઇ કાયદમાં નથી તેથી લોકડાઉનનો વિચાર તરંગી હતો. કોરોનાની મહામારી રોકવા માટેની સરકારની અપૂરતી તૈયારીઓને ઢાંકવા માટે વધુ સમય મળે તે આશયથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આ મુદતમાં વધરો થતો રહે તે માટે લોકડાઉનની મુદત વધારવામાં આવી હતી. તેથી લોકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત બાદ મૃતદેહ સ્મશાન બહાર બે કલાક રઝળ્યો