Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિંમતનગરમાં પીકઅપ ડાલામાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો, પાંચ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ

હિંમતનગરમાં પીકઅપ ડાલામાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો, પાંચ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ
, શનિવાર, 9 જાન્યુઆરી 2021 (17:05 IST)
પોલીસને ડાલામાંથી 15 બોક્સમાં રહેલી દોરીની અલગ અલગ કલરની 900 ફિરકીઓ મળી
ચાઈના દોરી અને ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાનું  જીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું હતું 
 
સાબરકાંઠામાં હિંમતનગર એસ.ટી સ્ટેન્ડ નજીકથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. સાબરકાંઠા બી ડિવિઝન પોલીસે પીકઅપ ડાલા સાથે રૂ.૫.૩૦ લાખનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  ચાઈના દોરી અને ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાનું  જીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું હતું 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યમાં આ પ્રકારની દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસ ટી સ્ટેન્ડ નજીકથી પીક અપ ડાલામાં લઈ જવાતી 27 લાખ વાર 1.80 લાખની ચાઈનીઝ દોરીનો જથ્થો સાબરકાંઠા બી ડીવિઝન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. અહીં નમકીનના બંધ બોડીના પીક અપ ડાલામાં ચાઈનીઝ દોરીના બોક્સ મળી આવ્યાં હતાં. પોલીસને ડાલામાંથી 15 બોક્સમાં રહેલી દોરીની અલગ અલગ કલરની 900 ફિરકીઓ મળી હતી. એક ફિરકીના 200 રૂપિયા લેખે વેચાણ થતું હતું. એક ફિરકીમાં 3 હજાર વાર ચાઈનીઝ દોરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પોલીસે પીક અપ ડાલાના ડ્રાઈવર સહિત પાંચની ધરપકડ પણ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breaking news: અમદાવાદના બારેજામાં હોસ્પિટલમાં લાગી આગ