ઉત્તરાયણના દિવસે સાડાત્રણ હજારથી વધુ કેસોની શક્યતાઓ વચ્ચે 108ને એલર્ટ કરાઈ
, શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (14:30 IST)
ગુજરાતમાં ગત વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ દોરા વાગવાથી ઇજા થયાના ૩૫ કેસ ઇમરજન્સી સેવા ૧૦૮માં આવ્યા હતા. વાસી ઉત્તરાયણમાં ૨૩ લોકોના ગળા કપાયા હતા. જેમાં અમદાવાદમાં અનુક્રમે ૨૫ અને ૨૮ કેસો પતંગના દોરા વાગવાથી ગંભીર ઇજા થઇ હોય તેવા આવ્યા હતા. ગત વર્ષ ૨૦૧૮માં ઉત્તરાયણના દિવસે ૩,૫૨૭ અને વાસી ઉત્તરાયણમાં ૩,૫૯૬ કેસો ઇમરજન્સીને લગતા આવ્યા હતા.
નોધપાત્ર છેકે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે. હાટકેશ્વર બ્રિજ પર યુવકને પતંગની દોરી ગળામાં વાગતા તેમજ નરોડામાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા કિશોરનું મોત ગત અઠવાડીયે જ થઇ ગયું હતું.
ચાલુ વર્ષે હવે ઉત્તરાયણને આડે ત્રણ જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પગંત દોરાથી ઘવાયેલા કે ધાબા પરથી પટકાયેલા લોકોને સત્વરે સારવાર આપવા માટે ઇમરજન્સી સેવા ૧૦૮ને ખડેપગે રખાશે. આ વખતે સામાન્ય દિવસની તુલનામાં ઉત્તરાયણમાં ૨૧ ટકા અને વાસી ઉત્તરાયણમાં ૧૯ ટકા ઇમરજન્સી કેસો વધવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
૧૦૮ની કુલ ૫૮૭ વાન તેના તાલીમબદ્ધ સ્ટાફ સાથે તૈનાત કરાશે. વધુ ઇમરજન્સીવાળા સંભવિત વિસ્તારોમાં વધારાની ૧૦ વાન પણ ઉપલબ્ધ કરાવાઇ હોવાનું જાણવા મળે છે. ચાલુ વર્ષે ઉત્તરાયણના દિવસે ૩,૭૩૦ અને વાસી ઉત્તરાયણમાં ૩,૬૫૯ ઇમરજન્સી કોલ આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. ઉપરાંત વાહન અકસ્માતના અનુક્રમે ૮૨૭ અને ૫૨૫ કેસો આવવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં ૬૪૩ અને ૬૫૯ કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે. ઉપતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી ેસેવા ૧૦૮ દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.
આગળનો લેખ