rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ બે શહરોમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા

income tax raid
, મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025 (13:27 IST)
રાજકોટ અને મોરબીમાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડા પડ્યાં છે.   150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો વિવિધ વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના સ્થળો પર ત્રાટક્યો છે. આ દરોડામાં મોરબીમાં લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40થી વધુ સ્થળોનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગ એક્શનમાં આવતાં વેપારીઓ અને બિલ્ડરો સહિતના એકમોમાં ફફડાટ ફેલાયો છે.

ITના દરોડા બાદ ઔધિગિક એકમોના માલિકો, વેપારીઓ અન્ય સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દરોડા બાદ બેનામી વ્યવહારો ઝડપાશે તેવું તારણ સામે આવી રહ્યું છે

મોરબીના પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવીસ  સિરામિકના જીતુભાઈ રોજવાડીયા ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હું તમારા પૈસાથી પીતી નથી... 3AC કોચમાં એક મહિલા સિગારેટ પી રહી હતી... તેણે વિરોધ કરનાર મુસાફરને ધમકી આપી અને વીડિયો બનાવનાર વ્યક્તિને પણ ઠપકો આપ્યો.