Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સામે લડવા સાવચેતી અને કાળજી રાખવી છે અત્યંત જરૂરી, રાખો આટલું ધ્યાન

કોરોના સામે લડવા સાવચેતી અને કાળજી રાખવી છે અત્યંત જરૂરી, રાખો આટલું ધ્યાન
, શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:16 IST)
હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણની સ્થિેતિમાં વધારો થઇ રહ્યો છે. અને ખાસ કરીને કોરોના સંક્રમણની સાથે નવા વેરિએન્ટિ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાથપ ન વધે અને વધુ ન ફેલાય તેની સંપૂર્ણ રાખવી એ આપણી નૈતિક ફરજ બની રહે છે. આ કોરોના વાયરસ અને નવા વેરિએન્ટફ એમીક્રોનની વૈશ્વિક મહામારી સામે દેશ સહિત રાજય સરકાર મકકમતાથી લડત આપીને કોરોનાને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લાી કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લાસ વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યન તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
 
ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે કોરોનાનું અને નવા વેરિએન્ટે ઓમીક્રોનનું સંક્રમણ ન ફેલાય અને દરેક નાગરિક સુરક્ષિત અને સલામત રહે તે માટે આપણી પણ ફરજ બની રહે છે કે, જરૂર હોય તો જ ઘરમાંથી બહાર નીકળીએ અને જયારે જરૂર હોય તો જ ઘરની  બહાર નીકળીએ ત્યાટરે અવશ્યઘ માસ્કે પહેરીને જ બહાર નીકળીએ અને જરૂરી સોશિયલ ડિસ્ટ ન્સીં ગ (દો ગજ કી દૂરી) જાળવીએ.
 
આપણું કામ અહીં જ પુરૂં નથી થતું તેની સાથોસાથ પ્રશાસનની વ્ય વસ્થાએને સંપૂર્ણ સહયોગ આપીએ અને આરોગ્યહની ગાઇડલાઇનનું પાલન કરી આપણા પરિવારના બાળકો અને વૃધ્ધ  વડીલોની પણ ખાસ દરકાર કરી તેઓની તંદુરસ્તીલ જળવાઇ રહે તેમ કરીએ. આપણે સૌ કોરોના અને નવા વેરિએન્ટસ ઓમીક્રોનના વધતા જતા સંક્રમણ સામે લડી રહ્યા છીએ. આ સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર  અને રાજય સરકારના આરોગ્યક વિભાગની ગાઇડલાઇનનું પાલન કરી માસ્ક  પહેરીએ, સોશિયલ ડિસ્ટાન્સીંગ જાળવીએ અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવાની ખાસ કાળજી લઇએ.
 
આ તબકકે આવો આપણે શપથ લઇએ કે હું સ્વેસ્થસ રહીશ અને મારા સમાજને સ્વ સ્થ  રાખવાનો પ્રયત્નય કરીશ. આ માટે સમાજના અગ્રણીઓ, યુવાનો સૌ સાથે મળી જાગૃતિ લાવી કોરોના અને નવા વેરિએન્ટક ઓમીક્રોનના સંક્રમણને ફેલાતો અટકાવી માનવજીવનને તેનાથી બચાવવાનો પ્રયાસ કરીએ એ જ આજના સમયની માંગ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાઈબ્રન્ટલ ગુજરાત સમિટ રદ થવાથી સરકારના 90 કરોડનું આંધણ, આ વર્ષે વાઇબ્રન્ટ પાછળ 100 કરોડથી વધુના ખર્ચનો અંદાજ હતો