Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપાઈ, સાંજ સુધીમાં ચાર્જ સંભાળશે

hasmukh patel
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (13:10 IST)
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ સરકારે આરોપીઓ સામે ગાળિયો કસ્યો છે. ત્યારે હવે  હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલની જવાબદારી હેઠળ આગામી દિવસોમાં ભરતી પરીક્ષાનું આયોજન થઇ શકે છે.
 
LRDની પરીક્ષા IPS હસમુખ પટેલના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ તેને લઇને પરીક્ષામાં કોઇપણ જાતનો ઓહાપોહ થયો ન હતો અને પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી. જે રીતે પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, તેને રોકવા હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
 
100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે અને પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ત્યારે આ તમામની વચ્ચે IPS હસમુખ પટેલને વધુ એક ચાર્જ સોંપવામાં આવ્યો છે.  
 
હસમુખ પટેલ આજે સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. ચાર્જ સંભાળ્યા બાદ હસમુખ પટેલ પરીક્ષા અંગેની કવાયત શરુ કરશે. 100 દિવસની અંદર પ્રશ્નપત્ર કાઢવાથી લઇને પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવાનું રહેશે. 15 લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષામાં બેસવાના હતા, ત્યારે ફરીથી પરીક્ષાનું આયોજન ટુંક સમયમાં કરવુ તે પડકારદાયક પણ બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડરોએ CMને રજૂઆત કરી, 3 માસ પછી નવો જંત્રી દર લાગુ કરવો