Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચનો મહામુકાબલોઃ વરસાદ ક્રિકેટ રસીકોની મજા બગાડી શકે

અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચનો મહામુકાબલોઃ વરસાદ ક્રિકેટ રસીકોની મજા બગાડી શકે
, ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (16:09 IST)
ક્રિકેટ પ્રેમીઓ જે મેચની આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે, 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે. તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે. આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે. જો કે અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂર્વ મંત્રી અને BJP નેતા સરતાજ સિંહનુ નિધન, ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ