Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત: કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને મળશે આટલા રૂપિયાની સહાય

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત: કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને મળશે આટલા રૂપિયાની સહાય
, મંગળવાર, 27 જુલાઈ 2021 (21:00 IST)
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે સ્થિતિ પર કાબૂ મેળવાયો છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા તો ઘણા લોકો મોતના મુખમાંથી બહાર નિકળ્યા. બીજી લહેર હોસ્પિટલોમાં ઓક્સિજનથી માંડેની મેડિકલની અપુરતી સુવિધા કારણે લોકો માનસિક અને આર્થિક બંને રીતે ભાગી પડ્યા હતા. 
 
ત્યારે કોરોનાના સમયગાળામાં એક વાલીગુમનાર બાળકને રૂપિયા 2000 ની માસિક સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
 
જોકે માતા કે પિતા એક વ્યક્તિને ગુમાવ્યા હોય એવા બાળક માટે હાલના તબક્કે કોઇ યોજના નથી. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટ ના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ પણ છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત ૨જી ઓગસ્ટના રોજ સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા આવા કપરાકાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોનું રક્ષણ, કાળજી, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા પોતાના માતા પિતાને ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે ‘મુખ્ય મંત્રી બાળ સેવા યોજના’ની જાહેરાત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતને એનું 40મું વિશ્વ ધરોહર સ્થળ મળ્યું, ધોળાવીરા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં અંકિત