Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળીના તહેવારને લઈ એસટી નિગમનું વિશેષ આયોજન, દોડાવાશે વધારાની બસો

હોળીના તહેવારને લઈ એસટી નિગમનું વિશેષ આયોજન, દોડાવાશે વધારાની બસો
, બુધવાર, 24 માર્ચ 2021 (08:19 IST)
હોળીના તહેવારને લઈ ગુજરાત એસટીનિગમ દ્વારા સુરત અને અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની બસો દોડવાશે. ગુજરાતરાજ્ય માર્ગ પરિવહન નિગમના સચિવ કે ડી દેસાઇએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કેહોળીના તહેવારને ધ્યાનમાં લઈને પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં જવા માંગતા લોકો માટે વધારાના બસોની વ્યવસ્થા કરી છે. 
 
જે મુજબ, આગામી 25 થી 27 માર્ચ દરમિયાન અમદાવાદથી વધારાની100 જ્યારે સુરત ડિવિઝનમાંથી વધારાની 200 બસ દોડાવાશે. કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમ દ્વારા પૂરતી તકેદારી રાખવામા આવી રહી છે. 
 
મહારાષ્ટ્રથી આવતી એસ ટી બસના મુસાફરોને ટેસ્ટ કર્યા બાદ ગુજરાત પ્રવેશ અપાય છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું નિર્જર, ઉછલ અને સોનગઢ પર ટેસ્ટિંગ કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત NCCના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે CM અને શિક્ષણમંત્રીની લીધી મુલાકાત