Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, જાણો રાજ્યમાં ક્યા કેવી છે સ્થિતિ

ગુજરાતમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, જાણો રાજ્યમાં ક્યા કેવી છે સ્થિતિ
, ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (21:59 IST)
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેની વચ્ચે હાલમાં મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  જિલ્લાના ઊંઝા, વડનગર અને વિસનગર સહિચના વિસ્તારમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમાં પાણી પણ ભરાઈ ગયા છે. જ્યારે ઊંઝા અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ઠપ થયો છે.
 
ગાંધીનગર શહેરમાં સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ બાદ વરસાદે હાથ તાળી આપી દીધી હતી. જોકે, બપોર 1 વાગ્યા પછી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બે વાગ્યાથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વરસાદની બેટિંગ શરૂ થતાં સાબરમતી નદીમાં પાણી આવ્યું નથી, પરંતુ નદી પર બનાવેલા પુલ પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.
 
વરસાદી માહોલ સર્જાતા ગાંધીનગર સોળે કળાએ ખીલી ઉઠયું છે. વરસાદ વરસતા સાબરમતી નદીમાં હજી પણ પાણી આવ્યું નથી, પરંતુ નદી પર બનેલા શાહપુર ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેનાં કારણે રાહદારી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે થોડી વાર પછી વરસાદે વિરામ લઈ લીધો છે.
 
જામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઘણા લાંબા સમય બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ હાલ પૂરતી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

13મી બ્રિક્સ સમિટ - પ્રધાનમંત્રી મોદીએ ચાર દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધિત કર્યાં