Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ભારે વરસાદ, રાજપરા ગામ પાણીમાં ગરકાવ, ભાવનગરની ભદ્રોડી નદીમાં પુર

ગુજરાતમાં ભારે વરસાદ, રાજપરા ગામ પાણીમાં ગરકાવ, ભાવનગરની ભદ્રોડી નદીમાં પુર
, સોમવાર, 16 જુલાઈ 2018 (13:38 IST)
અષાઢ માસના પ્રારંભથી જ મેઘરાજા-રાજયભરમાં સટાસટી બોલાવતા સુરતથી સોમનાથ પાણી જ પાણી થઇ ગયું છે. એકબાજુ દરિયો તોફાની બન્‍યો છે તો બીજીબાજુ નદીઓ ગાંડીતુર બની  છે. છેલ્લા 24  કલાકમાં રાજયના 31 જીલ્લાના 199 તાલુકાઓમાં 1 થી 9  ઇંચ ભાર વરસાદ નોંધાવ્‍યો છે. રાજયભરમાં મેઘરાજા મહેરબાન બન્‍યા છે. દ.ગુજરાત પંથકની ખાસ કરીને નવસારી પંથકમાં દરિયો ગાંડોતુર બન્‍યો એમાં પણ બીજની ભરતીને પગલે શહેરના કેટલાક વિસ્‍તારોમાં આ પાણી ઘુસતા તંત્ર દોડતું થયું છે.
 
ધામળેજમાં મોસનો કુલ વરસાદ 35 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં મુશળધાર વરસાદના કારણે 3 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે જેસરમાં 7 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. ઝાલાવાડમાં રાણપુરમાં 3, ધંધૂકામાં બે ઈંચ, સાયલામાં અઢી ઈંચ અને લીંબડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
webdunia
ઊના અને ગીરગઢડા પંથકમાં સાબેલાધાર વરસાદ પડ્યા બાદ શનિવાર રાત્રીથી સવારના 6 વાગ્યા સુધીમાં વધુ 4 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં અને બંદર કાંઠા તેમજ નદી નજીકના ગામોમાં ગોઠણસમા પાણી વહેતા થઇ ગયાં હતાં.
 
જામકંડોરણા પથંક ને પીવા નૂ પાણી પૂરૂ પાડતા ફોફળ ડેમ તડીયા જાટક થઈ જતા કૂદરત ની મહેર થતાં મેઘરાજા ના પથમ રાઉન્ડમા ફોફળ ડેમ માં નવા નિર આવતા પાણી ની સમસ્યા કૂદરતે હલ કરી દિધી છે ત્યારે જામકડોરણા ના આગેવાનો એ નવા પાણી ના વધામણા કરાયાં હતાં. જામકડોરણા ના દૂધીવદર ગામે આવેલા ફોફળ ડેમ ના ઉપરવાસ એરિયામાં સારો એવો વરસાદ પડતાં ફોફ્ળ ડેમ માં 11 ફૂટ નવા પાણી ની આવક થઈ છે
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત - વરસાદી પાણીમાં બાળક તણાઈને ખુલ્લી ગટરમાં પડતા મોત