Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ

ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ
, મંગળવાર, 14 માર્ચ 2017 (14:35 IST)
મંગળવારે સવારે પાલનપુરના મેરવાડા પાસે બસ ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું. બસ ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી બસ ખાડામાં ઉતરી દીધી હતી. આથી બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ આકસ્મિક ઘટનામાં 17થી 20 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
webdunia

બસ પાલનપુરથી મહેસાણા તરફ જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ચાલુ બસે ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ નીચે પડતાં બસના ટાયર નીચે આવી ગયા હતાં જ્યાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના સર્જાતા બસમાં સવાર તમામ પેસેન્જરના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2019માં પણ મોદી પ્રથમ પસંદગી રહેશે - US વિશેષજ્ઞ