Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનું તંત્ર એક્શન મોડમાં, રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા ખાસ એક્શન પ્લાન તૈયાર

ગુજરાતનું તંત્ર એક્શન મોડમાં, રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા ખાસ એક્શન પ્લાન તૈયાર
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (10:32 IST)
રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર એ આજે રાજ્યમાં પ્રવર્તમાન કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિ સંદર્ભે મહાનગર પાલિકાના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાજ્યમાં ટ્રેકિંગ-ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીને પ્રાધાન્ય આપીને સઘન આયોજન કરવા માર્ગદર્શન તેમણે પુરું પાડ્યું હતું.
 
મુખ્ય સચિવે મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરોને કોરોનાના સંક્રમણને રોકવા માટે સંભવિત વિસ્તારોમાં સામેથી કેસો શોધવા માટે આરોગ્યની ટીમોને પ્રોએક્ટિવ ભૂમિકા દાખવીને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. 
webdunia
તેમણે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, ઓપીડી કેસોનું રોજબરોજ મોનીટરીંગ કરીને તાવ, ઉધરસના કેસો સંદર્ભે ખાનગી હોસ્પિટલો તથા IMA સાથે સંકલન કરી કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી. 
 
મુખ્ય સચિવએ ધન્વંતરી રથ અને સંજીવની રથના રોજ-બરોજ મોનીટરીંગ કરીને કેસો પર ધ્યાન રાખવા સૂચના આપી હોસ્પિટલોમાં જિલ્લાઓ ધ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યુ હતું. 
 
તેમણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જે કેસો આવી રહ્યા છે તેના પરથી દૈનિક મોનીટરીંગ કરીને આવનાર દિવસોમાં સંભવતઃ કેસો વધે તો તે અંગે ઝીરો કેઝ્યુલીટી માટે કેવી તૈયારીઓ રાખવી અને શું આયોજન કરવું તે અંગે સવિસ્તૃત માહિતી પૂરી પાડીને તમામને આ અંગે જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી. 
 
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનરોએ સહભાગી થઇ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'રીંછના હુમલાથી વેરવિખેર થઈ ગયેલા માનવ ચહેરાનું ૩૦૦ ટાંકા લઈને કર્યું નવસર્જન'