Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર
, ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (10:16 IST)
ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામની બાજુમાં આવેલા હેન્ડલૂમ હાઉસ નજીક કરણીસેનાના કાર્યકરો ઉપવાસ પર ઉતર્યાં છે. અને ફિલ્મ ન જોવા જવા લોકોને અપીલ કરી રહ્યાં છે. અઠવાગેટ પર કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ફિલ્મનો વિરોધ કરવા માટે છ દિવસના ધરણાં પ્રદર્શન કરવાનો કાર્યક્રમ બનાવાયો છે.
webdunia

જેમાં આજથી 10 કાર્યકરો ઉપવાસ પર બેઠા છે. જ્યારે અંદાજેથી 100થી વધુ કાર્યકરો તેમની સાથે ધરણાંમાં જોડાયા છે. કરણી સેનાના જિલ્લાના ઉપપ્રમુખ કિશનસિંહે જણાવ્યું હતું કે, ફિલ્મ પદ્માવતને લઈને તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યાં છે. સાથે જ તેઓ અન્ય લોકો અને સંગઠનોને અપીલ કરી રહ્યાં છે કે, તેઓ હીંસા ન કરે માત્ર લોકોને સમજાવે અને ફિલ્મ ન જોવા અપીલ કરશે. આગામી છ દિવસ એટલે 30મી જાન્યુઆરી સુધી તેઓ ધરણાં કરશે.
 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે ફિલ્મ પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે એ ફિલ્મમા એવુ તો શુ છે જુઓ વીડિયો