Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા

ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા
, મંગળવાર, 19 મે 2020 (14:50 IST)
રાજ્યના ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠુ થયુ છે. તેના પગલે ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો આવતા તાપમાન ઘટીને ૪૧.૬ ડિગ્રી નોંધાયુ છે. માવઠાની ભિતીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તે છે. ખાસ કરીને બાજરી અને કઠોળનો પાક માવઠાથી પ્રબાવિત થઇ શકે તેવા સંજોગો છે. માર્કેટ યાર્ડના વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. રાજ્યના ઉતાતર ગુજરાતના બનાસકાઠં, મહેસાણા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં સોમવારે સામે વરસાદી માહોલ જામ્યો હતો. તો ક્યાંક માવઠુ પણ થયુ હતું. તે ઉપરાંત સૌરાષ્ટ્રના ગિર, ગઢડામાં પણ માવઠુ થયુ હતુ. તેની સાથે ગાંધીનગર જિલ્લા અને શહેરના વાતાવરણમાં એકાએક પલ્યો આવે તેવા એંધાણ મંડાઇ રહ્યાં છે. આજે બપોર પછી વાતાવરણમાં ઠંડક સાથે પવન ફૂંકાવા લાગ્યો હતો. જેથી માવઠાની દહેશત ઉભી થઇ છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર એકાદ બે દિવસમાં માવઠાની શક્યતા નકારી શકાય તેમ નથી. સ્થાનિક હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૬ અને લઘુત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને સવારે ૬૨ ટકા તેમજ સાંજે ૫ વાગ્યે ૨૫ ટકા નોંધાયુ હતું. આગામી દિવસોમાં તાપમાન ઉંચુ પણ જઇ શકે છે અને વાતાવરમાં પલ્યો પણ આવી શકે તેવી શક્યતા દર્શાવાઇ છે. ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં ઉનાળુ બાજરીનું ૫,૨૫૧ હેક્ટરમાં વાવેતર થયુ છે. તેમજ મગનું વાવેતર ૨૭૫ હેક્ટર સહિત અન્ય કઠોળનું વાવેતર પણ થયુ છે. તેને અસર થઇ શકે છે.  ଒
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનાં કન્ટેઇનમેન્ટ વિસ્તારોનું લિસ્ટ જાહેર, આ લોકોને નહીં મળે છૂટનો લાભ