સમુદ્રતટના સંરક્ષણ માટે રાજય સરકાર દીવાલ બાંધી રહી છે. ભરતીના મોજાના કારણે જમીન ઘસાઈ રહી હોવાથી રાજયના સિંચાઈ વિભાગે દક્ષિણ ગુજરાત કાંઠે રૂા.450 કરોડના ખર્ચે 486 કીમી લાંબી પાકી દીવાલ બાંધવાનું શરૂ કર્યું છે.2011ના સેન્સસ રીપોર્ટ મુજબ ગુજરાતના દરિયાકાંઠે 3 કરોડથી વધુ લોકો રહે છે અને 39 નાના બંદરો અને ઔદ્યોગીક વસાહતો આવેલી છે. ઈસરો અને સેન્ટ્રલ વોટર કમીશનના વિઝયુલ સર્વે મુજબ છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતનો 56% કાંઠો ઘસાઈ ગયો છે. ગુજરાતના 2125 કીમી લાંબા દરિયાકાંઠામાંથી દક્ષિણ ગુજરાતમાં 486 કીમી કાંઠો ઘસાઈ ગયો છે.
ભરતીના જોરદાર કરન્ટ અને મોજાના કારણે તટ આગળ વધી રહ્યો છે.સેન્ટ્રલ વોટર કમીશનન ચીફ એન્જીનીયર એમ.પી.સિંહે જણાવ્યું હતું કે જમીન ધસારાથી ખેતીને અસર થાય છે. નાની બોટ સાથે માછીમારો દરિયાકાંઠાથી સીધા દરિયો ખેડે છે.દીવાલ બાંધવા અગાઉ સિંચાઈ વિભાગ અને સીડબલ્યુસી વચ્ચે પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા એમઓયુ થયા હતા. ઘસારાના જોખમ અનુસાર દીદવાલની ઉંચાઈ 2.8થી માંડી 250 મીટર હશે.
દક્ષિણ ગુજરાતમાં દીવાલનું બાંધકામ શરુ થયું છે, નાની દાંતી અને મોટી દાંતી વચ્ચે વલસાડ જિલ્લામાં 64 કીમીની દીવાલ બંધાઈ ચૂકી છે. વન અને આદિવાસી વિભાગ ખાતાના રાજય પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે ગત વર્ષે જમીન ધસારાના કારણે નાની દાંતીમાં ગામ ડુબી ગયું હતું. લોકોએ તેમની જમીન ગુમાવી હતી અને તેમને સ્થળાંતર કરવું પડયું હતું.સીડબલ્યુસી અરબી સમુદ્રમાં સેટેલાઈટ ટેલીમેટ્રી સીસ્ટમ ઈન્સ્ટોલ કાયદો એ હાઈટાઈડ, હાઈ વેવ્સ, સુનામી અને વાવાઝોડાની આગાહી કરશે.