Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધારાસભ્ય છોટૂ વસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું તેમને જીવનું જોખમ છે

ધારાસભ્ય છોટૂ વસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું તેમને જીવનું જોખમ છે
, ગુરુવાર, 25 જૂન 2020 (18:42 IST)
19 જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીનો બહિષ્કાર કરનાર બીટીપી ધારાસભ્ય છોટૂ વસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્ય રાજ્યપાલને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી છે. તેમને જીવનું જોખમ છે. જેમાં તેમણે મીડિયા પર માનહાનિના ગંભીર આરોપ લગાવ્યા છે. 
 
ધારાસભ્યોએ પત્રમાં લખ્યું કે આદિવાસીઓના સંવૈધાનિક અધિકારોને લાગૂ  ન કરવાના કારણે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને લખેલા પત્રમાં ધારાસભ્ય છોટૂ વસાવા અને મહેશ વસાવાએ કહ્યું કે ''અમે તમને જણાવીએ છીએ કે 19 જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ અનુસૂચી-5 અને આદિવાસીઓના સંવૈધાનિક અધિકારોને લાગૂ નહી કરવાના કારણે રાજ્યસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.  
 
તેમણે પત્રમાં આગળ લખ્યું કે ઝધડીયા ધારાસભ્ય છોટૂભાઇ અમરસિંહ વસાવા અને દેદિયાપાડા ધારાસભ્ય મહેશભાઇ વસાવા ઘણા વર્ષોથી સામાજિક ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યો છે. સમાજમાં માહોલ એક વર્ગ યુદ્ધની માફક છે અને અસમાનતાના કારણે સામંતી શક્તિ વધારનાર લોકો સામાજિક એકતા પસંદ કરતા નથી. જે સામાજિક વિઘટનનું કારણ બની રહ્યા છે. દેશમાં શાંતિનો માહોલ બનાવવાની જરૂર છે. વિરોધના કારણે અમારા જીવનો ખતરો છે. ગુજરાત અને રાજ્ય પોલીસ અને સ્થાનિક જિલ્લા સ્તર પોલીસ અધિકારીઓ અને અસામાજિક તત્વોએ અતીતમાં ફેક એન્કાઉન્ટર માટે રાજકીય કાવતરું છે અને ભવિષ્યમાં પણ આમ કરવાની સંભાવના છે. 
 
રાજકીય દળોમાં વહેંચાયેલ પ્રિંટ મીડિયા અમારી વિરૂદ્ધ માનહાનિનું નિવેદન આપીને તણાવ વધારી રહ્યું છે. ઘાતક હુમલાની સ્થિતિમાં અમારી સુરક્ષાને સમાયોજિત કરવાની જરૂરિયાત છે. જો અમારી સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન ન આપવામાં આવ્યું તો આ વહિવટીતંત્રની જવાબદારી રહેશે. કૃપિયા જલદી અમારી સુરક્ષાની વ્યવસ્થા કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કર્યો