Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, વોન્ટેડ આતંકીને દબોચી લીધો

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, વોન્ટેડ આતંકીને દબોચી લીધો
અમદાવાદ: , સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (14:00 IST)
ગુજરાત એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્કોર્ડ) અને અમદાવદ ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. એટીએસે વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેહાદથી પરત ફરી રહ્યો તે દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં વહાબ સામેલ હતો.
 
આતંકવાદી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સુરક્ષા એજન્સીઓએ વહાબને દબોચી લીધો છે. વહાબ શેખ પાકિસ્તાની ISI, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહમ્મદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરીને હિન્દુ નેતાઓની હત્યા કરીને આતંક ફેલાવવાનો  હતો.
 
સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાનું શરૂ કરાયું હતું. જેમાં યુસુફ અબ્દુલ વહાબ શેખની મોટી ભૂમિકા હતી. તે આતંકી સંગઠનને આર્થિક મદદની સાથે સ્લીપર સેલની એક્ટિવિટી સાથે સંકળાયેલો હતો. 2003થી તે સાઉદી અરબ ભાગી ગયો હતો. જેના બાદ તે હાલ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવ્યો છે. યુસુફની ધરપકડથી આતંકી સંગઠન સાથે સંકળાયેલી અનેક વિગતો સામે આવી શકે છે.  જ્યાં તે અન્ય આતંકીઓના સંપર્કમાં કે કોઇ સંગઠનમાં આવ્યો હતો કે કેમ તેની વધુ વિગતો હવે સામે આવે તેવી તપાસ એજન્સીઓને આશા છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત એન્ટી ટેરીરીઝ સ્ક્વોડ (ATS)ની ટીમે અભિનંદન પાઠવ્યાં છે. ગુજરાત ATSની ટીમે વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ હોટલ એસોસિયેશને ઓયો સામે બાંયો ચડાવી