Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ 10નું પરિણામ જાહેર, પરિણામ જોવા ક્લિક કરો

, સોમવાર, 21 મે 2018 (09:04 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-10ની પરીક્ષા માટે રેકોર્ડબ્રેક 822823 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વહેલી જ સવારે બોર્ડની વેબસાઈટ http://www.gseb.org/ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાઈ છે.

ગુજરાત બોર્ડ ઘોરણ 10નું પરિણામ જોવા GSEBની વેબસાઈટ gseb.org  પર ક્લિક કરો 

આ છે 10માં ઘોરણના ટૉપર્સ 
 
- સાવની હિલ ઈશ્વરભાઈ - 600માંથી 594 અંક મેળવીને 99 ટક સાથે 10માની પરીક્ષા પાસ કરી છે 
-  લાડની કૃષિ હિમાંશુકુમાર - 600માંથી 589  અંક મેળવ્યા છે 
-  હિંગરાજિયા પ્રિયાલકુમાર જીતુભાઈ : 600માંથી 586 અંક મેળવ્યા છે. 
 
જાણો ક્યા જીલ્લાનુ કેટલુ આવ્યુ પરિણામ 
 
છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 
 
આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે. આ વખતે વિદ્યાર્થીઓનું 62.83 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 72.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 100% 
 
પરિણામ ધરાવતી 366 શાળા, અને 0% ધરાવતી 63 શાળા છે.
 
ગુજરાતી માધ્યમનું 64.58%, અંગ્રેજી માધ્યમનું 88.11% પરિણામવિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકે છે.
 
સુરતના સૌથી વધુ પરીક્ષાર્થી 
ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 
 
પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.
 
4974 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
ધો.10માં 4974 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 32375 વિદ્યાર્થીઓએ A2, 70677 વિદ્યાર્થીઓએ B1, 129629 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.
 
ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા
ગુજરાતી માધ્યમનું ધો.10નું પરિણામ 64.58 ટકા છે, હિન્દી માધ્યમનું 72.66 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા છે.
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી સવારે 6 વાગ્યાથી પરિણામ જોઇ શક્યા હતા. તમને જણાવી દઇએ કે, રાજ્યભરમાંથી 
 
ઘોરણ-10માં કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
 
પરીક્ષામાં કુલ 828944 ઉમેદવારોમાંથી 822823 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 551023 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે. ગીર સોમનાથના સુપાસી કેન્દ્રનું સૌથી વધુ 
 
પરિણામ 95.56 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ગીર સોમનાથના તડ કેન્દ્રનું 17.63 ટકા આવ્યું છે. છોકરાઓનું 62.83 ટકા અને છોકરીઓનું 72.64 ટકા પરિણામ 
 
આવ્યું છે
 
ધોરણ-10માં આ વખતે 7,054,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત 6,222 ફિઝિકલ ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 
 
જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો-10માં અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
 
ગુજરાત બોર્ડ ઘોરણ 10નું પરિણામ જોવા GSEBની વેબસાઈટ gseb.org  પર ક્લિક કરો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Career Guideline- દિલ્હી યૂનિવર્સિટી- આ વર્ષે છાત્રની પ્રથમ પસંદ છે અંગ્રેજી ઑનર્સ, આ છે ટૉપ 5 કોર્સ