Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો એક શરત પાળો તો વડોદરા પોલીસ આપશે હોટલમાં ફ્રીમાં જમવાની કુપન

જો એક શરત પાળો તો વડોદરા પોલીસ  આપશે હોટલમાં ફ્રીમાં જમવાની કુપન
, બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (13:00 IST)
વડોદરા પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા પરિવારને મહિનામાં એક વાર હોટેલમાં ખાવાની કુપન ફ્રીમાં આપવામાં આવી રહી છે. શરત એટલી જ છે કે ટ્રાફિકનું પાલન કરો. ટ્રાફિક સલામતી સપ્તાહ અંતર્ગત વડોદરા પોલીસે આ પહેલ શરૂ કરી છે. હાલ રાજ્યમાં ટ્રાફિક સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. જેમાં જે લોકો ટ્રાફિકનું પાલન નથી કરતા તેમને સમજાવવામાં આવી આવી રહ્યું છે. તેમજ જે લોકો રસ્તા પર ટ્રાફિકનું પાલન કરતા જોવા મળે તેમને એક પહેલના ભાગરૂપે તેમના આખા પરિવાર સાથે મહિનામાં એક વાર મફત જમવાની કુપન આપવામાં આવી રહી છે. આ અંગે સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચૌધરીએ કહ્યું કે, પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદાની જાગૃતતા માટે કરવામાં આવી રહેલા આ નવતર પ્રયોગથી વાહન ચાલકોએ પણ ખુશી જાહેર કરી છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન માર્ગ અકસ્માતમાં ઘવાયા