Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં પૂરને કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી

વડોદરામાં પૂરને કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી
વડોદરા , ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (15:21 IST)
શહેર અને જિલ્લામાં ભારે વરસાદ બાદ પુર અને મગર આવવાની ઘટનાઓના સમાચાર અને વીડિયો ચર્ચામાં છે. 26 અને 27 ઓગસ્ટના 24 કલાકમાં લગભગ 9.4 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે 134 વર્ષ જૂના આજવા અને 94 વર્ષ જૂના પ્રતાપપુરા જળાશયો ઓવરફ્લો થયા અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પાણી ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘુસી ગયા. વડોદરા લગભગ 72 કલાક સુધી પાણીમાં ડૂબેલું રહ્યું હતું. આ સ્થિતિને કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે મુખ્યમંત્રીએ રાહત પેકેજની જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા તેમજ વેપાર-વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે. તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઉભી છે. અસરગ્રસ્તોને પુન:વસનમાં મદદ થાય તેમજ વેપાર-ધંધા ઝડપથી પુન:કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.યુધ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુન: થાળે પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
 
આ પેકેજ અંતર્ગત, 
????લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય. 
????40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય 
????40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય 
????નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય 
????માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અજમેર શરીફ દરગાહે જાહેરાત કરી, PM મોદીના જન્મદિવસ પર 4000 કિલો શાકાહારી લંગર તૈયાર કરાવાશે.