રાજ્યમાં સતત વધતા જતી આગ લાગવાની ઘટનાઓ વચ્ચે શુક્રવારે સાંજે વધુ એક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. બનાવની વાત કરીએ તો કરજણ ટોલનાકા નજીક આવેલી એક પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં વડોદર અને પાદરાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે મોડે સુધી આગ ઓલવાની કામગીરી ચાલી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે માંડી સાંજે કરજણ ટોલનાકા પાસે આવેલી ઇસ્કોન પેપર મીલમાં આગ લાગી હોવાનો કોલ આઅવ્યો હતો. જેના પગલે વડોદરા અને પાદરાથી ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવવાનો આવ્યો હતો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે મોડી રાત સુધી કાબુ પર કાબૂ મેળવાયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગમાં કોઇ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.