Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોંડલમાં તરુણીએ બાળકીને જન્મ આપતાં પિતાના મોટાભાઈએ દુષ્કર્મ કર્યાનો પર્દાફાશ થયો

rape with minor
, શનિવાર, 11 જૂન 2022 (13:15 IST)
ગોંડલની સિવિલ હોસ્પિટલમાં 13 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપતાં તેના પર તેના મોટાબાપુએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે તરુણીની ફરિયાદ બાદ આરોપીને જેલહવાલે કરી દીધો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મધ્ય પ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહેતી આદિવાસી પરિવારની તેર વર્ષની સગીરા પોતાના ઘર પાસે હાથમાં માત્ર રોટલી લઈ ઊભી હતી. ગરીબ પરિવારની આ બાળાને રોટલી સિવાય નસીબમાં અન્ય કોઈ અન્ન નહોતુું, આ વેળા બાજુમાં જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડાએ તરુણીને દાળ-શાકની લાલચ આપી ઘરમાં બોલાવતાં ઘરમાં ગયેલી માસૂમ તરુણી પર હવસી બનેલા મોટાબાપુએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. દુષ્કર્મ બાદ તરુણી એટલી બધી ડઘાઇ ગઇ હતી કે કોઇને કશી વાત પણ કરી શકી ન હતી.ઘટનાની દર્દનાક બાબત તો એ છે કે તરુણીના પિતાનું સાત વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતાએ બીજા લગ્ન કર્યા છે. પિતાના અવસાન બાદ માતા પણ બીજું ઘર કરી ચાલી ગઈ હોવાથઈ અનાથ જેવી હાલત અનુભવતી તરુણી તેના ભાઈ, ભાંડુ, દાદા સાથે રહેતા હતા.

સમય પસાર થતા તરુણી ગર્ભવતી હોવાની પરિવારને જાણ થતાં બનાવ અંગે અલીરાજપુરના આઝાદનગર થાણામા પોલીસ ફરિયાદ થતાં પોલીસે દુષ્કર્મ આચરનાર મોટાબાપુ રમેશને ઝડપી લઇ જેલહવાલે કર્યો હતો.આજે ઢગો રમેશ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. જ્યારે તરુણીએ ફૂલ જેવી તંદુરસ્ત બાળકીને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો છે. તેર વર્ષીય દીકરી ગર્ભવતી બનતાં હાલ હડમતાળામાં ખેતમજૂરી કરતાં તેનાં કાકા-કાકી દેખભાળ કરી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈન્દોરમાં પ્રેમીના ઘરે પ્રેમિકાએ લગાવી ફાંસી, યુવતી દમોહની રહેવાસી