Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરના વનાણામાં વીજળી પડતા સસરા અને પૂત્રવધુના મોત આંબરડીમાં 2 બળદ, નંદાણામાં ભેંસનો ભોગ લીધો

જામનગરના વનાણામાં વીજળી પડતા સસરા અને પૂત્રવધુના મોત આંબરડીમાં 2 બળદ, નંદાણામાં ભેંસનો ભોગ લીધો
, શનિવાર, 9 ઑક્ટોબર 2021 (10:31 IST)
જામનગર સહિત હાલારભરમાં ચોમાસાની સતાવાર વિદાય ટાંકણે ફરી જામજોધપુર અને લાલપુર પંથકમાં હળવો ભારે વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં મોડીસાંજે વરસાદની સાથે આકાશી આફત ઉતરી હતી જેમાં વનાણા ગામે વિજળી પડતા સસરા અને પુત્રવધુના મૃત્યુ નિપજયા હતા.જયારે ભુપત આંબરડી અને નંદાણામાં વિજળીથી ત્રણ અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા હતા.

જામનગર સહિત હાલારમાં એકાદ સપ્તાહથી વરસાદી મહદઅંશે વિરામ હતો.જોકે,જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં શુક્રવારે મોડીસાંજે વિજળીના કડાકા ભડાકા અને ગાજવિજ સાથે વરસાદ શરૂ થયો હતો. જે દરમિયાન વનાણા ગામે રહેતા ઇસ્માઇલભાઇ કાસમભાઇ કાતિયાર(ઉ.વ.55) અને તેના પુત્રવધુ નઝમાબેન લાખીયારભાઇ કાતિયાર (ઉ.વ.28) પર વાડીએ આકાશી વિજળી પડતા બંનેના મૃત્યુ થયા નિપજયા હોવાનો બનાવ બહાર આવ્યો છે.બનાવની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર દોડી ગયુ હતુ. જયારે ભૂપત આંબરડી ગામની એક વાડીમાં પણ વિજળી ત્રાટકતા બે બળદે જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત નંદાણા ગામે અવકાશી આફત ઉતરતા વિજત્રાટકે એક ભેંસનો ભોગ લીઘો હતો.ચોમાસુ સતાવાર વિદાય લે એ પુર્વે જ ફરી વિજળી ત્રાટકવાના જુદા જુદા બનાવમાં બે માનવ મૃત્યુ ઉપરાંત ત્રણ અબોલ પશુએ પણ જીવ ગુમાવ્યા છે.લાલપુરમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો.જેમાં મોડીસાંજ સુધીમાં 17 મીમી પાણી વરસ્યુ હતુ.જયારે ગ્રામ્ય પંથકમાં પણ હળવા ભારે વરસાદના વાવડ મળ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 7 શહેરોમાં 10 નવેમ્બર સુધી વધ્યો નાઇટ કર્ફ્યૂ