ગુજરાતમાં હજુ તો ગઇકાલે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે ત્યાં તો આજે ફરી રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરી દેવાઇ છે. જેમાં અલગ-અલગ જિલ્લાઓને નવા કલેક્ટરો મળ્યા છે. જેમાં અમદાવાદમાં નવા કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે અમદાવાદ મનપા કમિશનર તરીકે એમ. થેન્નારસનની નિયુક્તિ કરવામાં આવી છે. આ સિવાય ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે પ્રવીણા ડી.કે જ્યારે રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રીયલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને પણ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના આઠ બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલી કરાઇ છે.વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંઘએ શહેરના 8 બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલીના આદેશ કર્યા છે. જેમાં લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા સાત પીઆઇને પોલીસ સ્ટેશનોમાં બદલી કરાઇ છે. તો એક પીઆઇને પોલીસ સ્ટેશનમાંથી લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયા છે.
એમ. થેન્નારસન અમદાવાદ મનપાના નવા કમિશનર બન્યા
ધવલ પટેલ અમદાવાદ નવા કલેક્ટર
રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રીયલ કમિશનરનો વધારાનો ચાર્જ
ડી.એસ.ગઢવી આણંદના નવા કલેક્ટર
બી કે પંડ્યા મહીસાગરના નવા કલેકટર
પ્રવીણા ડી.કે ગાંધીનગરના નવા કલેકટર
દિલીપ રાણા કચ્છ કલેક્ટર તરીકે મુકાયા
ધર્મેન્દ્ર સિંહ જાડેજા ડાંગના નવા કલેકટર
જીટી પંડયા મોરબીના નવા કલેકટર
બી આર દવે તાપીના નવા કલેકટર
યોગેશ નિરગુડે ટ્રાયબલ ડેવલોપમેન્ટના નવા ડિરેક્ટર
આર.એ. મેરજા ભાવનગરના નવા કલેક્ટર
પી.આર જોશી ભરુચના નવા DDO
બી.કે. વસાવા સુરતના નવા DDO
એસ.ડી ધાનાણી દ્વારકાના નવા DDO
સંદીપ સાંગલેને ગાંધીનગરના મ્યુનિ. કમિશનર તરીકે મુકાયા
પંચાયતના એડીશનલ સેક્રટરી તરીકે એમ.વાય દક્ષીણી
હરજીભાઇ વઢવાણીયા બન્યા એ.ટી.એમ.એના નવા ડિરેક્ટર
મનીષ કુમારને GLPCના એમડી તરીકે નિમણૂંક
જે.બી પટેલને યુથ સર્વીસ અને કલચરલ એક્ટીવીટનો ચાર્જ સોંપાયો
DGVCL ના નવા MD યોગેશ ચૌધરી
કે.એસ વસાવા બન્યા ટેક્નિકલ શિક્ષણ વિભાગના નવા ડિરેકટર