Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચોમાસામાં કાનમાં ફંગસ થવાના કેસો વધ્યા, અમદાવાદની સોલા સિવિલમાં 20 ટકા દર્દીઓનો વધારો

Ear fungus cases rise in monsoon
, બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:01 IST)
ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. બીજી તરફ વાયરલ ઈન્ફેક્શનના કેસો વધતાં સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓની નોંધણીમાં વધારો થયો છે. વરસાદની ઋતુમાં વાતાવરણમાં 60થી 70 ટકા ભેજ હોય છે. જેની અસર આપણી દરેક ઇન્દ્રિય ઉપર થાય છે.
કાન પણ 5 ઇન્દ્રિયો માની એક ઇન્દ્રિય છે. કાનમાં ભેજ યુક્ત વાતાવરણની અસરને કારણે ફૂગ થઈ જાય છે. તેથી લોકોને કાનમાં દુખાવાની તકલીફ રહેતી હોય છે. કેટલીક વખત કાનમાં સણકા મારવા અને દુખાવો તેમજ બહેરાશ આવવા જેવા લક્ષણો જણાય આવે છે. ચોમાસાની ઋતુમાં આ સામાન્ય બાબત છે. કારણ કે ભેજના કારણે ત્યાં ફૂગ જામી જતી હોય છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દર્શન પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દરરોજ 200 જેટલા દર્દીઓ ઇએનટી ઓપીડીમાં આવતા હોય છે. તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન 10% વધારો થાય છે, એટલે કે 20 દર્દીઓ કાનમાં દુખાવાની તકલીફ સાથે વધી જતા હોય છે.પાણીથી સાફ કરીએ તો જ સફાઈ રહે છે તેવી માન્યતાને કારણે કાનની અંદરની સપાટીમાં પાણી અડધા અને ભેજ યુક્ત વાતાવરણને કારણે ફંગસ જમા થાય છે.

સામાન્ય રીતે શિયાળા અને ઉનાળાની ઋતુમાં તે પાણી જાતે જ સુકાઈ જાય છે, પરંતુ ચોમાસામાં કાનની અંદરની સપાટીનું પાણી સુકાતું નથી અને સતત ત્યાં ભીનાશ રહેવાને કારણે ફંગસ જમા થાય છે. દર્દીઓ કાનમાં દુખાવાની તકલીફ સાથે હોસ્પિટલ આવતા હોય છે, પરંતુ કેટલીક વખત ફંગસ જમા થવાને કારણે દર્દીઓ જાતે જ ઈયર બર્ડ્સ અથવા તો અન્ય કોઈ વસ્તુથી કાન સાફ કરે છે. જેને કારણે તેમને સામાન્ય રાહત મળે છે, પરંતુ સતત જો આ પ્રકારે જ સ્થિતિ રહેતી હોય અને દર્દી વારંવાર પોતાની જાતે જ ઘરગથ્થુ ઈલાજ કરી લેતા હોય છે અને 15થી 20 દિવસ બાદ પણ દુખાવો રહેતો હોય છતાં તબીબીનો સંપર્ક કરતા નથી. તેને કારણે કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થવાની પણ સમસ્યા રહેતી હોય છે. તેથી ચોમાસાની ઋતુમાં સામાન્ય કાનનો દુખાવો પણ ન કરવો જોઈએ નહીં અને તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં દરરોજ પાણી વડે કાનની સફાઈ ન કરવી જોઈએ. ફક્ત એક કોટનના કપડાથી કાનની આસપાસની જગ્યાને સાફ કરવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Paris Olympic 2024: "વિનેશ, તમે ચેંપિયનોમાં ચેંપિયન છે!", પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યુ શોક