Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના બોપલમાં દારૂના નશામાં ફાયરિંગ:પોલીસને એક પિસ્તોલ અને 7 ખાલી કારતૂસ મળ્યા

અમદાવાદના બોપલમાં દારૂના નશામાં ફાયરિંગ:પોલીસને એક પિસ્તોલ અને  7 ખાલી કારતૂસ મળ્યા
, બુધવાર, 27 ડિસેમ્બર 2023 (16:04 IST)
અમદાવાદમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે. જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આથી બન્નેને ઈજા પહોંચી છે.હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભેગા થયેલા લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.મંગળવારે મોડીરાતે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી હતી. આ સંદર્ભે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જેમાં પોલીસની સાત જીવતા કાર્ટિસ અને પિસ્તોલ મળી આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલ સાથે સાત ખાલી કારતુસ પણ પોલીસને મળ્યા છે. પોલીસને આવતા બે લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમને સામાન્ય ઈજા થઈ છે. લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે કદાચ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હતું એવું જાણવા મળી રહ્યું છે. જ્યારે મહાવીર ભાવસિંગ જાડેજા કચ્છના છે અને એમની સાથે ફતુભા જાડેજા છે. બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો. સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધવા માટેનો પ્રયાસ આ ધરે છે. હાલ વિગત મળી રહી છે કે, દારૂના નશામાં ફાયરિંગ થયું હોય તેવું માનવામાં આવે છે. આથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Welcome 2024- આ ફૂડ ટ્રેન્ડ વર્ષ 2024માં લગ્નના મેનુ લિસ્ટમાં જોઈ શકાય છે