Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છ નજીકથી ડીઆરઆઇએ એક કન્ટેનર જપ્ત કરી 56 કિલો કોકીન ઝડપ્યું

drugs
, ગુરુવાર, 26 મે 2022 (18:39 IST)
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી 56 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. ડીઆરઆઈના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી છે. જપ્ત કરાયેલ માદક પદાર્થની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, ગુપ્ત સુચનાના આધારે DRI અધિકારીઓની એક ટીમે કન્ટેનરની તલાશી લીધી, જે થોડા સમય પહેલા વિદેશી દેશથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું અને ત્યારથી નજીકના કન્ટેનર સાઇટ પર રાખવામાં આવ્યું હતું, .
 
તેમણે વધુ વિગતો આપ્યા વિના કહ્યું કે ડીઆરઆઈને 56 કિલો કોકેઈન મળી આવ્યું હતું, જે આયાતી માલસામાનમાં છુપાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે એક મહિના પહેલા કચ્છના કંડલા બંદર નજીક એક કન્ટેનર સાઇટ પર દરોડા પાડ્યા બાદ ડીઆરઆઈએ 1,300 કરોડની કિંમતનું 260 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
 
તો બીજી તરફ  ગત વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતમાં ઝડપાયેલા માદક પદાર્થ (હેરોઇન)ના સૌથી મોટા કન્સાઇનમેન્ટમાં, ડીઆરઆઈએ મુંદ્રા બંદર પર બે કન્ટેનરમાંથી આશરે ત્રણ હજાર કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો હતો. આ પદાર્થોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 21,000 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ માલ અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યો હતો.
 
તાજેતરમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા ડીઆરઆઈની મદદથી દરિયામાં ડ્રગ્સનું વધુ એક મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. DRI અને ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ નજીક દરિયામાં ઓપરેશન અંતગર્ત હેઠળ 1526 કરોડની કિંમતનું 219 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં, ડીઆરઆઈએ દાણચોરી માટે દરિયામાં લાવવામાં આવતા લગભગ 25 હજાર કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ જપ્ત કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરણ 12માં બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીનો આપઘાત