રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસની આઠ લાખના તોડ પ્રકરણમાં ધરપકડ
, ગુરુવાર, 12 માર્ચ 2020 (12:16 IST)
પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર પાલનપુર પોલીસના હેડ કોન્સટેબલ મુકેશ દરજીએ મહીલાને શારીરીક સબંધ બાંધવા માટે બ્લેકમેઈલ કરી રૂપિયા 25 લાખની ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાતાં ચકચાર ફેલાઈ છે. પાલનપુરથી ભુજ બદલી થઇ આવેલા હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજીએ એક 26 વર્ષીય યુવતીને બ્લેકમેઈલ કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા આ ફરીયાદ નોધાઈ હતી. મુકેશદરજીએ યુવતીના એક પરિણીત મિત્ર સાથેની તસવીરો યુવતીના મોબાઇલમાંથી ઝેન્ડર નામના ફાઈલ શેરિંગ એપથી પોતાના મોબાઈલમાં લઈ લીધી હતી. અને વારંવાર ધમકીઓ આપતો હતો અને કહેતો હતો કે તારી જ્યાં સગાઈ થશે ત્યા પણ આ તસવીરો વાયરલ કરી દઈશ. ઉપરાંત યુવતીને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતો હતો. 25 લાખની માંગણી કરી આરોપીએ પાંચ લાખમા સેટલમેન્ટ પણ કર્યુ હતુ. આ આરોપીની વિવાદીત ભુતકાળ ધરાવે છે અને ત્રણ માસ અગાઉ સજાના ભાગરૂપે જ ભુજ બદલી થઈ હતી. આ બાબતે પાલપુનર પોલીસ મથકના પીઆઈ અને આ કેસના તપાસનીશ વિજયસિંહ દિલાવરસિંહ ઝાલાએ આ શરમજનક ઘટનાને સમર્થન આપ્યું હતું તથા ફરીયાદ મળ્યા બાદ આ કેસની તપાસ કર્યા પછી મુકેશ દરજી નામના શખ્સની ધરપકડ પણ કરી લેવામા આવી હોવાનુ જણાવ્યું હતું.
આગળનો લેખ