Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક મહિનામાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 35 ટકા વધ્યા જ્યારે સુરતમાં 15 દિવસમાં અઢી ગણો વધારો થયો

એક મહિનામાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 35 ટકા વધ્યા જ્યારે સુરતમાં 15 દિવસમાં અઢી ગણો વધારો થયો
, સોમવાર, 15 માર્ચ 2021 (09:07 IST)
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના સુધી કોરોના લગભગ કાબુમાં આવી ગયો હતો. પરંતુ ચૂંટણીના સમયમાં લોકો નિયમોનો ઉલાળીયો કરીને રાજકીય રંગમાં રંગાઈ ગયા હતાં. જેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. 28 ફેબ્રુઆરીના એક્ટિવ કેસનો આંક 632 હતો જ્યારે હવે 14 માર્ચના રોજ વધીને 850 થયો છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં બરાબર એક મહિના અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ 50 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે 14 માર્ચના રોજ 165 કેસ સામે આવ્યા છે. આમ, એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનના કુલ કેસનો આંક 64 હજાર 636 છે જ્યારે અત્યાર સુધી 2323ના મૃત્યુ થયા છે. સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ સુરતમાં 462 એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં 1187 એક્ટિવ કેસ છે. સુરતમાં છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના અગાઉ 14 ફેબુ્રઆરીના સુરતમાં 38 દૈનિક કેસ નોંધાતા હતા જ્યારે હવે છેલ્લા બે દિવસથી 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરથી જ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સ્થિતિ કેટલી વકરી છે તેનો અંદાજ મેળવી શકાય છે. સુરતમાં કોરોનનાા કુલ કેસનો આંક 55 હજાર 829 જ્યારે કુલ મરણાંક 978 છે. એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ તો નવા કેસોમાં તોતિંગ ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 165 નવા કેસ અને 153 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,323 પર પહોંચ્યો છે.13 માર્ચની સાંજથી 14 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 163 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, 214 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી