Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

ગુજરાતનો આ જિલ્લો થયો સંપૂર્ણ કોરોનામુક્ત, બીજા ક્યા જિલ્લામાં છે 50થી ઓછા એક્ટિવ કેસ

Covid 19
, શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (16:40 IST)
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુક્ત બની શકે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લા હાલ કોરોનામુક્ત બની ગયો છે. કોરોના મુક્ત બનતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. હાલ બનાસકાંઠામાં એક એક્ટિવ કેસ નથી. બનાસકાંઠામાં અત્યાર સુધી 40845 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે. આ તમામ આંકડા https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે. ગુજરાતના આણંદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લો પણ કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં 50થી ઓછા એક્ટિવ કેસ છે તો આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આણંદમાં હાલ કોરોનાના 49 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 16 લોકોના મોત નિપજ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ 18 એક્ટિવ કેસ છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નિપજ્યું નથી. આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. છોટાઉદેપુરમાં હાલ કોરોનાના 43 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાથી જિલ્લામાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હાલ 40 એક્ટિવ કેસ છે જ્યારે 39 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. પોરબંદર જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે. કારણે જિલ્લામાં હાલ માત્ર 10 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આ ઉપરાંત તાપી જિલ્લામાં માત્ર 20 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગતિશીલતા સાથે કોરોના પછીની ન્યૂ નોર્મલ, ર૦ર૦ના વર્ષમાં ટી.પી, ડી.પી.ની મંજૂરીનું અર્ધશતક પાર