Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં લોકડાઉનમાં 1.51 લાખ પોલીસ કેસ, 27હજાર લોકોની ધરપકડ: DGP શિવાનંદ ઝા

ગુજરાતમાં લોકડાઉનમાં 1.51 લાખ પોલીસ કેસ, 27હજાર લોકોની ધરપકડ: DGP શિવાનંદ ઝા
, મંગળવાર, 12 મે 2020 (09:33 IST)
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો મળીને 27,000ની ધરપકડ પણ થઈ છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું.શિવાનંદ ઝાએ એક વીડિયો કોન્ફરન્સિંગ સંદેશમાં વિગતો આપતા કહ્યું કે, શહેરોમાં ધાબા પર લોકો એકત્ર થતા હોવાની આશંકાએ ઉપયોગમાં લેવાયેલા 2,000 ડ્રોન કેમેરા તેમજ જાહેર સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે રાજ્યભરમાંથી પોલીસે કુલ 27,600 જેટલા લોકોની નિયમોના ભંગ બદલ ધરપકડ કરી છે.રાજ્યમાં આવેલી વસાહતોમાં લગાવાયેલા સીસીટીવીના આધારે અમે તપાસ કરતા રવિવારે 23 જેટલા લોકો બહાર ફરી રહ્યા હોવાનું જણાયું હતું. અત્યાર સુધીમાં લોકડાઉન ઉલ્લંઘન બદલ 662 એફઆઈઆર નોંધાઈ છે અને 926 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની મદદથી અમે 12,200 કેસો નોંધ્યા છે અને 22,559 લોકોની ધકપકડ પણ કરવામાં આવી છે. રવિવારે એક દિવસમાં સીસીટીવીની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા 74ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ 3,032 એફઆઈઆર નોંધી છે અને 4,156ની ધરપકડ પણ થઈ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગનિશન (એએનપીઆર) સિસ્ટમની મદદથી 10,370 કેસો થયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયોગ્રાફરની મદદ પણ લીધી હતી અને તેમણે ઝડપેલા વીડિયોની મદદથી 3,506 કેસો પણ નોંધાયા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના નિયંત્રણમાં નથી: દેશમાં 24 કલાકમાં 87 લોકોનાં મોત, 3604 નવા દર્દીઓ, કોવિડ -19 કેસ 70 હજારને પાર કરી ગયા,