Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ફરી કોરોના વકર્યો, હોળી પછી કોરોના કેસમાં સતત ઉછાળો

Corona
, શનિવાર, 18 માર્ચ 2023 (12:06 IST)
છેલ્લા કેટલાક સમય શાંત પડી ગયેલા કોરોના વાયરસે ફરી ગુજરાતમાં માથું ઉંચક્યું છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121  કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 35 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 521 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 
 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 49, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 15, મહેસાણા 11, સાબરકાંઠા 6, વડોદરા 4, ભાવનગર 3, વલસાડ 3, બનાસકાંઠા 2, ભરૂચ 2, ગાંધીનગર 2, સુરેન્દ્રનગર 2, દાહોદ 1, નવસારી 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 12,66,836 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.10 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 521 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત-મહારાષ્ટ્રમાં વરસાદની ઘટનાઓમાં 10ના મોત, હજારો એક્ટરનો પાક નષ્ટ