Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાને ગુજરાતને હાશકારાનો અનુભવ, 24 કલાકમાં નોંધાયા 2869 કેસ

કોરોનાને ગુજરાતને હાશકારાનો અનુભવ, 24 કલાકમાં નોંધાયા 2869 કેસ
, શુક્રવાર, 28 મે 2021 (09:01 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઓછા કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2869 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 9302 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,42,050  દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.34 ટકાએ પહોંચ્યો હતો. 
 
આજે રાજ્યમાં કુલ 4536 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અને 5073 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારે ઉંમરનાં 80786 લોકોને પ્રથમ 22,862 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 ઉંમરનાં 1,13,346 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 49,082 એક્ટિવ દર્દી છે, જે પૈકી 583 લોકો વેન્ટિલેટર પર છે અને 48,499 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,42,050 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,734 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયા છે.
 
આ ઉપરાંત સુરતમાં 5, વડોદરામાં 2, સુરત 2, પોરબંદર 1, ભરૂચ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, મહેસાણા 2, દેવભૂમિ દ્રારકા 1, નવસારી 1, રાજકોટ 1, મહિસાગર 2, જામનગર 1, ગાંધીનગર 1, અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 33 દર્દીઓના મોત થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે : વિજય રૂપાણી