Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલીસ અધિકારીઓ સાથી CMનો સંવાદ, પોલીસની કામગીરીના કર્યા વખાણ

પોલીસ અધિકારીઓ સાથી CMનો સંવાદ, પોલીસની કામગીરીના કર્યા વખાણ
, મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (16:19 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના વિકાસ ને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થા રહેલા છે. પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પર્સેપશન સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી પેશ આવવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો રાજ્યની વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે કોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડા એ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજા હિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી.
 
મુખ્યમંત્રીએ લોકડાઉનના પાલન અને હવે અન લોક ડાઉનની સ્થિતિમાં પણ પોલીસની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ દળને સમય સાથે ચાલવા સજજ કર્યું છે અને સાયબર ક્રાઇમ સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ અને સંશોધનમાં ઝડપ આવી છે
.
 
વિજય રૂપાણીએ રાજ્ય પોલીસ દળમાં નવી ભરતીમાં જે યુવાઓ આવ્યા છે તે ટેકનો સેવી છે તેમની સેવાઓ આ હેતુસર વ્યાપક લેવાય તે માટે પણ સૂચવ્યું હતું.
 તેમણે પોલીસની કડપ અને છાપ જ એવા હોય કે ગુન્હેગાર અને અસામાજિક તત્વો માથું ઊંચકી જ ના શકે તેવી ઈમાનદારી અને કડકાઈથી પેશ આવવા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.
 
 
મુખ્યમંત્રી એ એમ પણ કહ્યું કે ભ્રષટાચારવિરોધી ઝુંબેશ વેગવાન બનાવીને ભ્રષ્ટાચાર સામે ઝીરો  ટોલરન્સ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
 મુખ્યમંત્રી એ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરો કોસ્મિપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરોમાં પણ ક્રાઇમ રેટ ના વધે તેની કાળજી લેવા તાકીદ કરી હતી. 
તેમણે એમ પણ  કહ્યું કે ગુજરાતની શાંત સલામત અને સુરક્ષિત રાજ્ય તરીકે ને પહેચાન છે તેને આપણે વધુ આગળ વધારવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ સહિતના પાંચ મહાનગરોમાં 70 માળની ગગનચૂંબી ઉંચી ઈમારત બંધાશે