Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીમાં વરસડા નજીક ST અને ટ્રકનો ગોઝારો અકસ્માત, 4નાં મોત 30 ઘાયલ

અમરેલીમાં વરસડા નજીક ST અને ટ્રકનો ગોઝારો અકસ્માત, 4નાં મોત 30 ઘાયલ
, ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (12:31 IST)
અમરેલી નજીક વરસડા ગામ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતા અરેરાટી ફલાઈ ગઈ છે. સાવરકુંડલા-ઉંઝા રૂટની બસ વરસડાના વળાંક પર હતી તે સમયે સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી.
webdunia

અકસ્માતની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત એસટી નિગમના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું.અમરેલી નજીક વરસડા ગામ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતા અરેરાટી ફલાઈ ગઈ છે. સાવરકુંડલા-ઉંઝા રૂટની બસ વરસડાના વળાંક પર હતી તે સમયે સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. અકસ્માતની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત એસટી નિગમના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું. મળતી માહિતી પ્રમાણે અમરેલીના વરસડા નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની સાવરકુંડલ-ઊંઝા રૂટની એસટી બસ પસાર થઇ રહી હતી.
ત્યારે સામે આવતા ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી.

webdunia

આ ભયાનક ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ટ્રકની સામ સામેની ટક્કરથી બસમાં સવાર આશરે પાંચથી છ મુસાફરો સીટોમાં ફસાઈ ગયા હતા. ટ્રક બસના પડખામાં અડધો ઘૂસી જતાં બસની સીટ વચ્ચે મુસાફરો ફસાઈ ગયા હતા. ઘાયલો તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલ તમામની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્મત એટલો ગંભીર હતો કે બસ અને ટ્રક બન્ને ચોંટી ગયા હતા અને બંનેને અલગ કરવા માટે જેસીબી તેમજ એસટીના ટોઇંગ વાનની મદદ લેવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ક્યા સ્થાનો પર વીજળી થશે સસ્તી અને ક્યા થશે મોંધી જાણો...