Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જાઓ તો સાચવજો, એક શખ્સે બે યુવતીઓના પાછળના ભાગના ફોટા પાડ્યા

riverfront ahmedabad
, બુધવાર, 19 જુલાઈ 2023 (14:17 IST)
riverfront ahmedabad

યુવતીઓએ શખ્સના મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરીને પોલીસને બોલાવી
પોલીસે વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
 
અમદાવાદઃ શહેરમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર ફરવા જતી યુવતીઓ અસુરક્ષિત હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે સાબરમતિ નદીમાં આપઘાત કરવાના મામલા પ્રકાશમાં આવતાં હોય છે. તેમજ ત્યાં ફરવા આવતી યુવતીઓની છેડતી થયાની ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. પરંતુ હવે નવા પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે. રિવરફ્રન્ટ પર બેઠેલી બે યુવતીઓના પાછળના ભાગના ફોટા પાડતા શખ્સો સક્રિય થયાં છે. ગઈ કાલે આ બાબતની સાબરમતિ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 
 
રાતના સમયે બંને યુવતીઓ પાળી પર બેઠી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં કોલેજમાં ભણવા માટે આવેલી યુવતી તેની મિત્ર સાથે રિવરફ્રન્ટ પર ફરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનપણીઓ રિવરફ્રન્ટ પશ્ચિમ તરફના ભાગે વિક્રમ સારાભાઈના પુતળાની સામેની પાળી પર બેઠી હતી. આ દરમિયાન એક યુવતીના ચશ્મા રિવરફ્રન્ટના વોકવે પર પડી જતાં તે લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં ઉભેલી યુવતી પાસે એક યુવક આવ્યો અને તેણે યુવતીને કહ્યું હતું કે, આ છોકરાએ તેના મોબાઈલમાં તમારા પાછળના ભાગના ફોટા પાડ્યાં છે. 
 
ફોટા પાડનારને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો
આ દરમિયાન યુવતીએ તેની મિત્રને પાસે બોલાવી હતી. યુવતી પાસે આવેલા યુવકે ફોટા પાડનાર શખ્સનો મોબાઈલ યુવતીને આપ્યો હતો. યુવતીએ મોબાઈલમાં જોતાં તેમના પાછળના ભાગના ફોટા પાડેલા જોવા મળ્યા હતાં. જેને યુવતીએ તરત જ ડીલીટ કરી દીધા હતાં. આ સમયે તેની મિત્રએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસ ત્યાં પહોંચી હતી અને આ બે યુવતીઓ સહિત મોબાઈલમાં ફોટા પાડનારને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતાં. 
 
પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસ સ્ટેશનમાં યુવતીઓએ ફોટા પાડનાર શખ્સ મોહમદ અલમાસ ઈકરાર કુરેશી સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. યુવતીઓ જ્યારે પોલીસ સ્ટેશન ગઈ ત્યારે તેમની સાથે તેમને ફોટા પાડ્યા હોવાની માહિતી આપનાર યશ રાજપૂત અને બજરંગદળના કાર્યકર જ્વલિત મહેતા પણ પોલી સ્ટેશન પહોંચી ગયા હતાં. પોલીસના સખત પેટ્રોલિંગ હોવા છતાં રિવરફ્રન્ટ પર યુવતીઓ હવે નવા પ્રકારે છેડતીનો શિકાર બની રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat Diamond Bourse- સુરતનું ડાયમંડ બુર્સ, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ