Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જસ્ટિસ ફોર આયશા: પિતાએ કહ્યું 'કોઇ ગમે તેટલા પૈસા આપે તો પણ માફ નહી કરું'

જસ્ટિસ ફોર આયશા: પિતાએ કહ્યું 'કોઇ ગમે તેટલા પૈસા આપે તો પણ માફ નહી કરું'
, સોમવાર, 1 માર્ચ 2021 (18:28 IST)
ગત શનિવારે અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને આયશા નામની પરણિતાએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાં આયશાએ હસતાં હસતાં એક ઇમોશન વીડિયો પણ બનાવ્યો હતો, જે વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં આયશાને ન્યાય અપાવવામાં ચળવળ ચાલી રહી છે. તો બીજી તરફ પિતા લિયાકત અલીનું કહેવું છે કે ભલે પુત્રીએ મને પતિને માફ કરવાની વાત કહી હતી. પરંતુ તેને મારી પુત્રીને દહેજ એટલી પ્રતાડિત કરી છે કે કોઇ મને રૂમ ભરીને પૈસા આપે તો પણ તેને માફ કરીશ નહી. 
 
લિયાકત અલીએ જણાવ્યું હતું કે મારી પુત્રી આયશા હસમુખ છોકરી હતી. પરંતુ નિકાહ પછી દહેજને લઇને તેની જીંદગી ખરાબ થઇ ગઇ હતી. એકવાર તો સાસરીવાળાઓએ તેને 3 દિવસ સુધી જમવાનું આપ્યું ન હતું. તે મને ફોન કરીને પરેશાની જણાવે નહી એટલે પતિ આરિફે તેનો મોબાઇલ છિનવી લીધો હતો.
 
આયશાએ પોતાના પડોશીના મોબાઇલમાંથી રડતાં રડતાં કહ્યું હતું કે આ લોકો મને જમવાનું પણ આપતા નથી. હું તાત્કાલિક સાસરી જઇને તેને મારી સાથે લઇ આવ્યો હતો અને આરિફ ખાન, સાસુ-સસરા અને તેની નણદ વિરૂદ્ધ ઘરેલૂ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. આયશાએ પોતાના વીડિયોમાં મને આ કેસને પરત લેવાની માંગ કરી હતી. પરંતુ મારી પુત્રીના હત્યાને માફ કરીશ નહી. 
 
આ વિશે ગુજરાત બાર કાઉન્સિલના મેંબર ગુલાબ ખાન પઠાનનું કહેવું છે કે આયશાનો કેસ અત્યંત દુખદ છે. આ ઘટનાએ તમામને હચમચાવી દિધા છે. કાયદા અનુસાર આ કેસ આઇપીસી કલમ 306 અંતર્ગત આવે છે. એટલા માટે મારું માનવું છે કે આરોપીને સજા તો ચોક્કસ થશે. સંયોજો વશાત કોઇ સાક્ષી પોતાના નિવેદનને ફેરવી તોળે છે તો પણ આયશાનો છેલ્લો વીડિયો તેના ડાઇંગ ડિક્લેરેશનના રૂપમાં કંસીડર કરી આરોપીને સજા આપવામાં આવી શકે છે. આ કેસમાં ફાસ્ટ ટ્રેક કેસ ચલાવીને આરોપીને સજા આપવી જોઇએ. 
 
હાઇકોર્ટના એડવોકેટ યશમા માથુરનું કહેવું છે કે કોઇ મહિલા પોતાના વૈવાહિક જીવનને ખતમ કરવાનું સપનામાં પણ ન વિચારે. તો બીજી તરફ આ કેસમા6 પણ જોઇ લો લાંબા સમય સુધી આયશાએ સહન કર્યું. તેને દહેજને લઇને માનસિક અને શારિરીક રીતે કેટલી પીડા સહન કરવી પડી છે. તેનો અંદાજો તેની વાતો સાંભળીને લગાવી શકાય. આખરે તેને આત્મહત્યા માટે મજબૂર થવું પડ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહત્વના સમાચાર - પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર 50% સુધીનું કેશબેક