Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં 4.1ની તિવ્રતાનો ભૂકંપ કેન્દ્ર બિંદુ ધોળાવિરાથી 59 કિ.મી દૂર નોંધાયુ

earthquake
ભુજ , શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (12:18 IST)
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાની આસપાસ કચ્છની ધરા ધૃજી હતી. આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવિરાથી 59 કિ.મી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર 4.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. 
 
એક પખવાડિયામાં સતત બીજીવાર કચ્છની ધરા ધ્રુજી
કચ્છમાં છેલ્લા 15 દિવસમાં બીજી વખત ભૂકંપ આવતા લોકોમાં ડર ફેલાયો છે. કચ્છમાં ગત 23 ડિસેમ્બરે ધોળાવીરા નજીક અનુભવાયેલા ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ હતી. આમ એક પખવાડિયામાં સતત બીજીવાર કચ્છની ધરા ધ્રુજી છે. નવેમ્બર મહિનામાં પણ બે વખત આંચકા અનુભવાયા હતાં.3.2ની તિવ્રતાના આંચકાનું ભચાઉ નજીક તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Crime News - 90 રૂપિયા માટે પ્રેમ લગ્નનો કરૂણ અંત