Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે દરેક કોઈ ગર્વથી હિન્દુ છુ બોલે છે... અમદાવાદના આધ્યાત્મિક મેળામાં અમિત શાહની ગર્જના, બતાવ્યુ કેટલીવાર ગયા મહાકુંભ ?

amit shah
અમદાવાદ. , ગુરુવાર, 23 જાન્યુઆરી 2025 (16:04 IST)
amit shah
 હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ધાટન  - ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષ પર મોટો હુમલો બોલ્યો છે. ગુરૂવારે અમદાવાદના જીએમડીસી મેદાન પર હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આયોજીત મેળાનો શુભારંભ કરાવતા શાહે કહ્યુ કે કેટલાક વર્ષો પહેલા દિલ્હીમાં હિન્દુ છુ બોલવુ મુશ્કેલ હતુ પણ આજે દરેક કોઈ ગર્વથી બોલે છે.  શાહે કહ્યુ કે બધાને અપીલ છે કે મહાકુંભમાં જાવ, યુવાઓને લઈ જાવ. શાહે કહ્યુ કે મે મારા જીવનમાં 9 કુંભમાં ગયો છુ. અર્ઘકુંભ પણ જોયા છે. પણ મહાકુંભમાં પણ 27 તારીખે જવાનો છુ. તમારે બધાએ પણ પવિત્ર થવા માટે જવુ જોઈએ. 
 
10 વર્ષથી પાછળ વળીને જોયુ નથી 
શાહે કહ્યુ કે છેલ્લા 10 વર્ષમાં ભારતનુ ગૌરવ વધ્યુ છે. કેન્દ્ર સરકારે ભારતના ધર્મ સ્થાનો અને ભારતની દૈવીય મૂર્તિઓ જે ચોરી થઈ હતી. દુનિયાભરમાંથી તે પરત લાવવામાં આવી છે. શાહે કહ્યુ કે આજની સરકારે ક્યારેય પાછળ વળીને જોયુ નથી.  આગામી પાંચ વર્ષમાં આવું નહીં થાય. શાહે કહ્યું કે મોદી છેલ્લા 10 વર્ષથી પીએમ છે. ભાજપ દસ વર્ષથી સત્તામાં છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં પાર્ટીએ પોતાની વિચારધારાનું કામ પૂર્ણ કર્યું છે. શાહે કહ્યું કે 550 વર્ષ પછી રામ લલ્લા તંબુમાંથી બહાર આવ્યા, મંદિર બન્યું, કલમ 370 નાબૂદ થઈ, ઘણા કાર્યો જેને સાત દાયકા સુધી કોઈએ સ્પર્શ કરવાની હિંમત નહોતી કરી, તે આજે પૂર્ણ થયા છે.

 
અહી મેળો તો ત્યા કુંભ 
શાહે કહ્યુ કે અહી મેળાનુ ઉદ્દઘાટન થયુ તો પ્રયાગમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. અનેક દેશના લોકોએ મને કહ્યુ કે અમને આમંત્રણ પત્ર જોઈએ. મે કહ્યુ કોઈ નિમંત્રણની જરૂર નથી. એક સાથે 40 કરોડ લોકો ત્યા પહોચે છે. કુંભની વ્યવસ્થા હજારો સંત કરે છે. તે ઠંડીમાં જમીન પર સૂવે છે અને ગંગા સ્નાન કરે છે. શાહે કહ્યુ કે મુગલ, કોંગ્રેસના રાજમાં પણ કુંભન આયોજન થતુ હતુ અને આજે પણ મહાકુંભનુ આયોજન ખૂબ સુંદર રીતે થયુ છે. ગુજરાતની જનતાને અપીલ છે કે દરેકને તક મળતી નથી  144 વર્ષમાં એકવાર આ પ્રસંગ આવે છે.   ખુદને પવિત્ર કરવા માટે દરેકે જવુ જોઈએ. આ કાર્યક્રમમા સંઘના મોટા નેતા પણ હાજર રહ્યા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં ભાગ લેશે, ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કરશે