Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાલાલની નવી આગાહી, 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના

rain in dwarka
, ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (11:32 IST)
અંબાલાલની નવી આગાહી- રાજ્યભરમાં વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે. ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાંપટાનું જોર છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે.
 
ગુજરાતમાં શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ થશે. આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે
 
24 કલાકમાં 19 તાલુકાઓમાં નોંધાયો વરસાદ 
ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ ઓપરેશન રૂમાના સૂત્રો જણાવે છે કે, આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં સાવ સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર-સોમનાથના વેરાવળમાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs PAK: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાનને કર્યું બહાર, લીગ મેચમાં હરાવ્યું