Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિને મૂકીને 80 વર્ષીય પત્ની પુરુષમિત્રના ઘરે રહેવા જતાં રહ્યાં, છેલ્લા 34 વર્ષથી સંબંધમાં રહેતા હોવાનો ખુલાસો

પતિને મૂકીને 80 વર્ષીય પત્ની પુરુષમિત્રના ઘરે રહેવા જતાં રહ્યાં, છેલ્લા 34 વર્ષથી સંબંધમાં રહેતા હોવાનો ખુલાસો
, ગુરુવાર, 17 જૂન 2021 (09:22 IST)
લગ્નજીવનમાં અને તે પણ જીવનસંધ્યાએ જીવનસાથી સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત આધાર ગણાય છે, પરંતુ ઢળતી ઉંમરે જીવનસાથીને છોડી જવાની ઘટના બનતા હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરવામાં આવી છે. પતિની નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના લગ્નેત્તર સંબંધોની જાણ પતિને નિવૃત્તિ બાદ થઈ છતાં પત્ની સાથે પ્રેમથી રહેતા 82 વર્ષીય અમિષ શાહ (નામ બદલ્યાં છે)ને મૂકીને તેમનાં પત્ની કૈરવીબેન શાહ તેમની જ સોસાયટીમાં રહેતા પુરુષ મિત્રને ઘરે રહેવા જતા રહ્યાં હતાં. તેમના પુત્રવધૂ અને અમિષભાઇએ વારંવાર સમજાવવા છતાં તે પાછા ન આવતા હેબિઅસ કોર્પસ કરાઇ હતી.

વાસણામાં રહેતા અમિષ શાહના પુત્રવધૂ નિધિ શાહે હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. કેન્દ્ર સરકારમાં નોકરી કરતા અમિષ શાહની સતત બદલી થતી હોવાથી તેઓ પત્નીના અફેર વિશે અવગત નહોતા. દરમિયાન ગત વર્ષે લોકડાઉન પહેલાં કૈરવીબેન શાહના પુરુષમિત્રના પત્ની કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હતા. તેમના સંતાનો વિદેશમાં રહેતા હોવાથી વિમલભાઇ ઠક્કર એકલા પડતા, લોકડાઉનમાં જમવાની અગવડ પડતા 80 વર્ષીય કૈરવીબેન શાહ વિમલભાઇને તેમના ઘેરથી જમવાનું આપવા જતા હતા. શરૂઆતમાં પુત્ર અને પુત્રવધૂ જમવાનું આપવા જતા હતા, પરંતુ કૈરવીબેને જાતે જમવાનું આપવા જઇ 2-3 કલાક પછી ઘરે આવતા પરિવારે નારાજગી દર્શાવતા કૈરવીબેનનું મળવાનું વધી ગયું હતું. છેવટે પુત્રવધૂએ જમવાનું આપવાનું બંધ કરતાં, એક દિવસ કૈરવીબેને પરિવારને જાણ કરી હતી કે તેમના સંબંધ છેલ્લા 34 વર્ષથી છે અને તે પતિ સાથે રહેવા માગતા નથી. 6 માસ પહેલાં કૈરવીબેન પરિવારને જાણ કર્યા વગર ગાયબ થઇ ગયા હતા તો બીજી તરફ સોસાયટીમાં રહેતા વિમલ ઠક્કર પણ ઘર બંધ કરીને જતા રહ્યા હતા. પુત્રવધૂએ સાસુને શોધવા ફરિયાદ કરી હતી. પરંતુ 82 વર્ષીય અમિષ શાહે તેમના પત્ની અંગે ફરિયાદ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ