Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માનો ફોટો મુકતા અમદાવાદના વકીલને મળી જાન મારી નાખવાની ધમકી

વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માનો ફોટો મુકતા અમદાવાદના વકીલને મળી જાન મારી નાખવાની ધમકી
, ગુરુવાર, 7 જુલાઈ 2022 (08:49 IST)
ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માના સમર્થનમાં વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો દાવો કરતા ગુજરાત સ્થિત વકીલ દ્વારા અહીં FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં મંગળવારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
 
ધમકીને ગંભીર રીતે લઈ વકીલે આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ 13 જૂને બપોરે વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો.જોકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી થોડી જ મિનિટમાં ડિલિટ કરી દીધો હતો.જોકે ફોટો ડિલિટ કર્યાના 2 કલાક બાદ કૃપાલભાઈને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ તે જ દિવસે બપોરે વકીલને મારી નાખવાની ધમકી આપી હતી.
 
પોલીસ ઈન્સ્પેક્ટર આર.એસ. ઠાકરે જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વકીલને ફોન કરનાર (ધમકી) કચ્છ જિલ્લાનો રહેવાસી છે. અમે તેને પકડવા માટે ટીમ મોકલી છે. એફઆઈઆર અનુસાર, વકીલે 13 જૂને પ્રોફેટ મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ નૂપુર શર્માને બળાત્કારની ધમકીઓ મળવાના પગલે શર્માની તસવીર સાથે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. આ પછી તેને કથિત રીતે ધમકીઓ મળી હતી.
 
એવું પણ જાણવા મળ્યું કે લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ વકીલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ ગુજરાતમાં કચ્છનો એક વ્યક્તિ હોવાનું સામે આવતા કચ્છ પોલીસનો સંપર્ક કરી સાબરમતી પોલીસે ટિમો રવાના કરી આરોપીને લાવવા તજવીજ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ માંગરોળમાં 10 અને વેરાવળમાં 7 ઈંચ