Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેરોજગારીનું વરવુ ચિત્રઃ અંકલેશ્વરમાં 10 જગ્યાઓ પર ભરતી હતી, હજારો ઉમેદવારો ઉમટી પડ્યા

unemployment
અંકલેશ્વર , ગુરુવાર, 11 જુલાઈ 2024 (17:22 IST)
unemployment
હાલમાં જ SBIના રીપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, દેશમાં 10 વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું છે. ત્યારે ગુજરાતમાં જ્યાં ઉદ્યોગો ધમધમી રહ્યાં છે તે અંકલેશ્વરમાં એક જાણિતી હોટેલમાં નોકરી માટે હજારો ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ઉમેદવારોની ભીડથી હોટલની રેલીંગ તૂટી ગઈ હતી. જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે, સદનસીબે કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ ન હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
 
હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની GIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી. જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે, સદનસીબે કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ ન હતી. જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડીયા GIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યૂમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. 
 
ભારે ભીડને કારણે હોટલની રેલીંગ પણ તૂટી પડી હતી
ઉમેદવારોની ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલીંગ પણ તૂટી પડી હતી.ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે, કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઓદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે, તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઑસ્ટ્રિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે'