ગઢડા તાલુકાના નિગાળાની પાસે પાંડવની પાળ પાસે રેલવે પાટા નીચે કપાઈને દલિત પરીવારે મોતને વ્હાલુ કર્યું. નાના સખપર ગામના દલિત પરીવારના પિતા, બે પુત્રી અને એક પુત્ર એ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગઢડા તાલુકાના નાના સખપર ગામના દલિત પરીવારના પિતા, બે પુત્રી અને એક પુત્ર એ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. જેઓએ ભાવનગર-સાબરમતી જતી ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતુ. બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
બોટાદ dysp મહર્ષિ રાવલે જણાવ્યું હતુ કે, નિગાળાથી અલંપર વચ્ચે નિગાળાથી 3km દૂર ભાવનગર-સાબરમતી સુપર ફાસ્ટ 9216 ગાડી નીચે સાંજના 6 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે. જેમાં દલિત પરિવારના 4 સભ્યોના મૃત્યુની પ્રથમિક હકીકત સામે આવી છે. આ બાબતે નિગાળા સ્ટોશન માસ્તર પાસેથી બનાવની વિગત લઈ રન ઓવર મેમો દ્વારા આગળની તપાસ ગઢડા પોલીસ ચલાવી રહી છે. ચારેય મૃતકો નાના સખપરા ગામના રહેવાસી છે.ગત 15મી ઓગષ્ટે મંગાભાઈને તેમના કૌટુંબિક ભાઈ સાથે મારામારી થઈ હતી. તે સમયે મંગાભાઈ ઉપર 307 કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો અને તે 10 દિવસ પહેલા જામીન પર છુટેલા હતા.