Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના ભાજપના નેતા અને પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતાં પકડાયા

A BJP leader and a policeman from Ahmedabad were caught smuggling liquor
અમદાવાદ , શનિવાર, 27 જુલાઈ 2024 (13:06 IST)
A BJP leader and a policeman from Ahmedabad were caught smuggling liquor
ગુજરાતમાં ભાજપના જ નેતા દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. આ નેતા સાથે અમદાવાદના પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની દારૂ સાથે ધરપકડ કરી છે. જયેશ ભાવસારની ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI પ્રવીણકુમાર ચૌહાણ સાથે હતા. આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે ઝડપી લીધા છે. ભાજપના આગેવાનો સાથે જયેશ ભાવસાર ઘરોબો ધરાવે છે.
 
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા
ગુજરાતમાં પોલીસ અને ભાજપના આગેવાન પણ દારૂની હેરાફેરી કરતા હોવાની હકીકતનો પર્દાફાશ થયો છે.અસારવાના કલાપીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ અને હાલ અમદાવાદ શહેર ભાજપમાં નેતાગીરી કરતાં જયેશ ભાવસાર તથા અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રવીણકુમાર ચૌહાણને 25મી જુલાઈએ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
 
ચિઠોડા પોલીસે બિલડિયા ગામે વોચ ગોઠવી હતી
રાજસ્થાનથી એક લકઝુરિયસ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચિતરિયા થઇ અમદાવાદ બાજુ જવાની હોવાની અગાઉથી મળેલી બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસે બિલડિયા ગામે વોચ ગોઠવી હતી.આ સમયગાળામાં દઢવાવ બાજુથી એક ગાડી આવતાં પોલીસે રોકી હતી. ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની સીટના ભાગે વિદેશી દારૂનાં બોક્સ મળ્યાં હતાં. આ ગાડી અમદાવાદ શહેરના શાહીબાગ હેડ કવાર્ટરના ASI પ્રવીણકુમાર ચૌહાણ ચલાવતા હતા. તેની બાજુમાં જયેશ ભાવસાર બેઠા હતા.પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 893 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત 1,96,490 થાય છે. વિદેશી દારૂની સાથે ગુનામાં વપરાયેલી 5 લાખની કિંમતની ગાડી તેમજ મોબાઇલ વગેરે મળીને કુલે 7,12,490નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
 
રાજસ્થાનથી દારૂ લઈને આવતા હતાં
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના પહાડાથી ભરત નામના માણસે ભરીને આપ્યો હતો અને અમદાવાદના સરદારનગર સ્થિત ટાઉનશિપ સિટીમાં આવેલા ભગવતીનગરમાં રહેતા કિશોર કનૈયાલાલ વંજાનીને પહોંચાડવાના હતા. પોલીસે પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ, જયેશ ભરતભાઇ ભાવસાર, પ્રહલાદ ઓમપ્રકાશભાઇ સોનગરા તેમજ કિશોર કનૈયાલાલ વંજાની અને ભરત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને એ.એસ.આઇ. પ્રવીણ ચૌહાણ, ભાજપના કાર્યકર જયેશ ભાવસાર તેમ જ પ્રહલાદ સોનગરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોબાઈલ પર અશ્લીલ ફિલ્મ જોઈ, બહેન પાસે સૂઈ રહી હતી, ભૂલથી થઈ ગયુ ગંદુ કામ... બહેનના હત્યારાને બચાવતી રહી મા