Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

8મા ધોરણમાં ભણતી છોકરીએ કરી આત્મહત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

8મા ધોરણમાં ભણતી છોકરી
, શનિવાર, 30 જાન્યુઆરી 2021 (23:08 IST)
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરનાર 16 વર્ષીય કિશોરીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશને કબજે લઇને સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે કિશોરી બે મહિનાના ગર્ભવતી હતી. 
 
મળતી માહિતી અનુસાર બિહારના છપરા જિલ્લાનો એક પરિવાર સુરતના ઉન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં રહે છે. પરિવાર રવિવારે ટ્રેન દ્રારા પોતાના ગૃહનગર બિહાર માટે રવાના થવાનો હતો. જોકે બિહાર જતાં પહેલાં 16 વર્ષીય પુત્રીએ ઘરમાં આત્મહાત્યા કરી લીધી. 
 
કેસની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસની ટીમ લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી દીધી હતી. શુક્રવારે સવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્રારા ખબર પડી કે મૃતક કિશોરી બે મહિના ગર્ભવતી હતી. તેની જાણકારી ડોક્ટરોએ પોલીસ સાથે સાથે મૃતકાના પરિજનોને આપી. 
 
આ કેસને લઇને સચિન પોલીસ મથકના એમબી તડવીએ કહ્યું કે અત્યાર આત્મહત્યાના આધારે કેસની તપાસ કરી રહી છે. હવે મૃતકાના અંતિમ સંસ્કાર બાદ દુષ્કર્મની દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં યોજાશો ઓફલાઇન કાર એક્સ્પો: 80 કરોડ થી વધારે કિંમત ની કાર એક જગ્યા એ જોવા મળશે